OnePlus Nord 3ની કિંમતમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત

By Gizbot Bureau
|

ચાઈનીઝી સ્માર્ટપોન નિર્માતા કંપની વનપ્લસે કેટલાક મહિના પહેલા જ ભારતમાં OnePlus Nord 3 રીઝ લોન્ચ કરી હતી. આ સ્માર્ટફોન લોન્ચ થયો તે સમયે કંપનીએ તેની કિંમત 33,999 રૂપિયા નક્કી કરી હતી. પરંતુ હાલ વન પ્લસ કમ્યુનિટી સેલ દરમિયાન OnePlus Nord 3ની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત યુઝર્સ બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો લાભ લઈને આ ફોનને વધારે સસ્તામાં ખરીદી શકે છે.

OnePlus Nord 3ની કિંમતમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત

OnePlus Nord 3ની ભારતમાં વર્તમાન કિંમત

OnePlus કમ્યુનિટી સેલ ઓફર દરમિયાન એમેઝોન પર OnePlus Nord 3 સ્માર્ટફોનનું 8 જીબી રેમ અને 128 જીબી વેરિયંટ 29,999 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવતું ટોપ એન્ડ મોડેલ વેરિયંટ 33,999 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. આ ફોન મિસ્ટી ગ્રીન અને ટેમ્પેસ્ટ ગ્રે એમ બે જુદા જુદા કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

જો યુઝર્સ ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ અને વન કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરે છે, તો 2000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાતં તમે Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડ દ્વાર ખરીદી કરશો તો 640 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમારી પાસે કેનેરા બેન્ક માસ્ટ કાર્ડ ડેબિટ કાર્ડ છે, તો તમે નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા ખરીદી કરીને 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

આ ઉપરાંત એમેઝોન પર એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે. જો તમે એક્સચેન્જ ઓફરનો ઉપયોગ કરીને 8 જીબી વાળું વેરિયંટ ખરીદશો તો 28,450 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે 16 જીબી વેરિયંટ પર 32,050 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે.

OnePlus Nord 3ના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં તમને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવતી 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. જે HDR10+ને સપોર્ટ કરે છે. આનો સ્ક્રીન ટૂ બોડી રેશિયો 93.5 ટકા છે.

વનપ્લસના આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9000 ચિપસેટ આપવામાં આવ્યું છે, જે ઓક્ટાકોર પ્રોસેસર 3.05 ગીગાહર્ટ્ઝ પર ક્લોક કરવામાં આવ્યું છે. ગ્રાફિક્સ સપર્ટ માટે આ ફોનમાં Mali G70MC10 જીપીયુ છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો Nord 3 નો પ્રાઈમરી કેમેરા 50MP Sony IMX890 સેન્સર છે, જે ઓપ્ટિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ ધરાવે છે. આ ઉપરાંત રિયર પેનલમાં 8MPનો વાઈડ એન્ગલ લેન્સ અને 2MP નો મેક્રો કેમા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 16MP નો કેમેરા મળે છે. વનપ્લસ નોર્ડ 3 સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 80 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
OnePlus Nord 3 price cut during sale on Amazon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X