Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OnePlus Foldable સ્માર્ટફોન ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ
OnePlus આગામી દિવસોમાં પોતાના બે નવા સ્માર્ટફોન OnePlus 11 5G અને OnePlus 11R 5G લોન્ચ કરવા જઈ રહી ચે. જો કે આ સ્માર્ટફોનની સાથે સાથે કંપની પોતાના પહેલા OnePlus Keyboard અને OnePlus Padની જોડી પણ લોન્ચ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કંપની સ્માર્ટફોનની સાથે સાથે બીજી સંખ્યાબંધ પ્રોડક્ટ લોન્ચ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી મુજબ વનપ્લસ આગામી સમયમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. ભારતીય ટિપસ્ટર મુકુલ શર્માના કહેવા પ્રમાણે વનપ્લસ આગામી સમયમાં પોતાનો પહેલો ફોલ્ડિંગ સ્માર્ટફોન અને ક્લેમશેલ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.
OnePlusનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન
મુકુલ શર્માનો દાવો છે કે કંપની સ્ટાન્ડર્ડ સ્માર્ટફોન, ટેબ્લેટ સહિતની પ્રોડક્ટ્સ ઉપરાંત ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાનું પણ આયોજન કરી રહી છે. ટિપસ્ટર મુકુલ શર્માએ કહ્યું છે કે કંપની આગામી કેટલાક મહિનામાં હોરિઝોન્ટલ ફોલ્ડિંગ અને વર્ટિકલ ફોલ્ડિંગ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સેમસંગ અને ઓપ્પો બંને પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી ચૂક્યા છે.
આ માહિતી આપવાની સાથે સાથે મુકુલ શર્માએ કેટલાક ટ્રેડમાર્ક ફોટોઝ પણ પોસ્ટ કર્યા છે. આ ફોટોઝ પરથી લાગી રહ્યું છે કે વનપ્લસ પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોનનું નામ વનપ્લસ વી ફોલ્ડ અને વનપ્લસ વી ફ્લિપ રાખી શકે છે. જો કે હજી સુધી આ અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન કે પછી ફીચર્સ વિશે કોઈ માહિતી સામે નથી આવી.
OnePlus 11 5Gના સ્પેસિફિકેશન્સ
કંપનીના ફોલ્ડેબલ સ્માર્ટફોન પહેલા OnePlus 11 5G લોન્ચ થવાનો છે. આ સ્માર્ટફોનમાં કંપની 6.7 ઈંચની QHD+ E4 OLED ડિસ્પ્લે આપી રહી છે, જે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ સ્માર્ટફોન HDR 10+ની સાથે સાથે LTPO 3.0ને પણ સપોર્ટ કે છે.
OnePlus 11 5Gનો કેમેરા
કેમેરાની વાત કરીએ તો OnePlus 11 5Gમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળી રહ્યો છે, જે OnePlus 10 સિરીઝ જેવો જ છે. આ સેટઅપમાં OIS સપોર્ટિવ 50 મેગાપિક્સલનો Sony IMX890 કેમેરા, 48 મેગાપિક્સલનો Sony IMX581 અલ્ટ્રાવાઈડ કેમેરા અને 32 મેગાપિક્સલનો Sony IMX709 2x ટેલિફોટો કેમેરા સામેલ છે. જ્યારે સેલ્ફી માટે કંપનીએ ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications