વનપ્લસ 6ટી એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે 1st નવેમ્બર ના રોજ સેલ બાકી સેલ 2nd નવેમ્બરે ઓપન થશે

|

વનપ્લસ 6ટી આજે એક ઇવેન્ટ ની અંદર ન્યૂયોર્ક માં લોન્ચ થશે અને ઇન્ડિયા ની અંદર આ સ્માર્ટફોન આવતી કાલે દિલ્હી માં એક ઇવેન્ટ માં લોન્ચ થશે. જયારે આ સ્માર્ટફોન હજુ સુધી બહાર નથી આવ્યો ત્યારે અમુક રિપોર્ટ્સ ના અનુસાર તેના ફીચર્સ કિંમત વગેરે શું હશે તે ખબર પડી છે, અને કંપની ના અમુક ટીઝર પર થી પણ ઘણા બધા ફીચર્સ ખબર પડી જાય છે.

વનપ્લસ 6ટી એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે 1st નવેમ્બર ના રોજ સેલ બાકી સેલ

આપણ ને બધા ને એ વાત તો પહેલા થી જ ખબર છે કે વનપ્લસ 6ટી એ ઓનલાઇન રિટેલર એમેઝોન ઇન્ડિયા પર જ વહેચવા માં આવશે. અને થોડા સમય પહેલા કંપની એ એવી હિન્ટ પણ આપી હતી કે આ સેલ 2nd નવેમ્બર થી શરૂ થશે. પરંતુ એમેઝોન પર ના બેનર પર થી ખબર પડે છે કે આ ફોન 1st નવેમ્બર ના રોજ થી સેલ માટે ઉપલબ્ધ થશે. આનો અર્થ એ થાય છે કે એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે આ સેલ 1st નવેમ્બર થી શરૂ થઇ જશે.

અને એમેઝોન સિવાય આ સ્માર્ટફોન વનપ્લસ ની ઓફિશિયલ વેબસાઈટ પર થી પણ ખરીદી શકાશે અને વનપ્લસ ના એક્સક્લુઝિવ સ્ટોર્સ પર થી અને ક્રોમ ના આઉટલેટ પર થી પણ આ સ્માર્ટફોન ને ખરીદી શકાશે. અને કંપનીએ હાલ માં જ જાહેર રયુ હતું કે તેઓ એ ઓફલાઈન સેલ ને વધારવા માટે રિલાયન્સ ડિજિટલ સાથે ટાઇઅપ કર્યું છે.

વનપ્લસ 6ટી ની ઇન્ડિયા ની એક્સપેકટેડ પ્રાઈઝ

આ ડીવાઈસ કેટલા વેરિયન્ટ માં આવશે અને તેની કેટલી કિંમત હશે તેના પહેલા ના રિપોર્ટ્સ અનુસાર જઇયે તો, આ સ્માર્ટફોન 3 વેરિયન્ટ માં આવશે. આ વખતે એવું લાગી રહ્યું છે કે કંપનીએ 64જીબી વેરિયન્ટ ને કાઢી અને 128જીબી ના વેરિયન્ટ ને પોતાનું બેઝ વેરિયન્ટ બનાવી નાખ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર વનપ્લસ 6ટી નું બેઝ વેરિયન્ટ 6જીબી રેમ અને 128જીબી ના સ્ટોરેજ સાથે આવશે અને તેની કિંમત રૂ. 37,999 રાખવા માં આવી હશે. મીડ વેરિયન્ટ 8જીબી રેમ અને 128 જીબી ના સ્ટોરેજ સાથે આવી શકે છે, અને તેની કિંમત 40,999 રાખવા માં આવશે. અને તેનું હાઈ એન્ડ વેરિયન્ટ 8જીબી રેમ અને 256 જીબી ના સ્ટોરેજ સાથે આવે તેવું લાગી રહ્યું છે જેની કિંમત રૂ. 44,999 રાખવા માં આવી શકે છે.

આ સ્માર્ટફોન માટે નું પરીબુકીંગ પહેલા થી જ શરૂ થઇ ગયું છે અને જેમને પણ તેનું પરીબુકીંગ કરાવ્યું છે તેમને 1000 રૂ. ઓફ કરી આપવા માં આવશે. અને આ ઉપરાંત બેંક અને ટેલિકોમ પાર્ટનર્સ દ્વારા પણ વનપ્લસ 6ટી પર ઘણી બધી આકર્ષક ઓફર્સ આપવા માં આવશે. અને આ વખતે કંપની યુએસબી ટાઈપ સી બુલેટ હેડફોન ને લાવશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 6T first sale on November 1 for Amazon Prime members; open sale on November 2

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X