OnePlus 12ની કિંમતમાં થયો ઘટાડો, હવે આટલી ઓછી કિંમતમાં ખરીદો ફોન

By Gizbot Bureau
|

જો તમને પણ OnePlusના ફોન્સ વાપરવાનો શોખ છે, તો આ તમારા માટે સારા સમાચાર છે. OnePlus એક ફ્લેગશિપ સ્માર્ટફોનની કિમતમાં જબરજસ્ત ઘટાડો થયો છે. કંપનીએ હજી કેટલાક સમય પહેલા જ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 12ને ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો હતો. હવે આ જ ફોનની કિંમતમાં કંપનીએ ઘટાડો કર્યો છે.

તમે OnePlus 12 સ્માર્ટફોન ઘટાડેલી કિંમતે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. એટલું જ નહીં જો તમે કેટલીક બેન્કના કાર્ડ દ્વારા ફોન ખરીદશો, તો અન્ય ડિસ્કાઉન્ટનો પણ ફાયદો મેળવી શકો છો. ચાલો જાણીએ કે OnePlus 12 સ્માર્ટફોનની કિંમતમાં કેટલો ઘટાડો થયો છે, અને આ ફોનના સ્પેસિફિકેશન્સ શું છે.

OnePlus 12ની કિંમતમાં થયો ઘટાડો, હવે આટલી ઓછી કિંમતમાં ખરીદો ફોન

ફોનની કિંમતમાં થયો આટલો ઘટાડો

OnePlus 12 સ્માર્ટફોન કંપનીએ 64,999 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. હાલ તમે ફ્લિપકાર્ટ પરથી 63,059 રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો. આ ઉપરાંગ ગ્રાહકો કેટલીક પસંદગીની બેન્કના કાર્ડ દ્વારા પણ ફોનનું પેમેન્ટ કરીને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમારી પાસે સિટી બેન્ક, HSBC અથવા ICICI બેન્કનું કાર્ડ છે, તો તમે આ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત તમે આ સ્માર્ટ ફોન નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા પણ ખરીદી શકો છો.

OnePlus 12 ફોનના સ્પેસિફિકેશન્સ

OnePlus 12 સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 120 Hzનો રિફ્રેશ રેટ અને 4,500 nitsની બ્રાઈટનેસને સપોર્ટ કરતી 6.82 ઈંચની QHD+ 2K OLED ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત આ ફોનમાં Dolby Visiion HDR 12નો પણ સપોર્ટ મળે છે. આ ફોન એન્ડ્રોઈડ 14 ઓએસ પર કામ કરે છે.

જાણો કેમેરા વિશે

પર્ફોમન્સ માટે આ ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ આપવામાં આવ્યો છે, જેમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજની સુવિધા છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 50 મેગાપિક્સલનો સેકન્ડરી લેન્સ અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર મળે છે. સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ આપવામાં આવ્યો છે.

દમદાર બેટરી, ફાસ્ટ ચાર્જિંગ

આ ફોનમાં 100W SUPERVOOC ચાર્જિંગ કેપેસિટી ધરાવતી 5,400 mAhની બેટરી પણ મળે છે. આ ઉપરાંત આ ફોનમાં ડ્યુઅલ સિરો વેલોસિટી કૂલિંગ સિસ્ટમ આપવામાં આવે છે. એટલે કે ગેમિંગ દરમિયાન આ ફોન ગરમ નહીં થાય. કનેક્ટિવિટી માટે તેમાં વાઈ ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Best Mobiles in India

English summary
OnePlus 12 price cut down know new price and features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X