Just In
OnePlus 11 ફોન લોન્ચ, 100W ફાસ્ટ ચાર્જિંગ સહિત આ છે ફીચર્સ
જે સ્માર્ટફોનની લાંબા સમયથી યુઝર્સ રાહ જોઈ રહ્યા હતા, તે OnePlus 11 બુધવારે લોન્ચ થઈ ચૂક્યો છે. વનપ્લસનો આ એક ફ્લેગશિપ સ્માર્ટફોન છે. આ ફોનમાં કંપનીએ એલર્ટ સ્લાઈડર તો આપ્યું જ છે, સાથે જ કેમેરા મોડ્યુલમાં પણ બાકીના સ્માર્ટફોન કરતા થોડા ફેરફાર કર્યા છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો Android 13 પર કામ કરે છે, તેમાં QHD ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને ડોલ્બી વિઝન સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે જ આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસરથી સજ્જ છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં 100 વોલ્ટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપ્યો છે.

OnePlus 11ની કિંમત કેટલી છે?
કિંમતની વાત કરીએ તો કંપનીએ OnePlus 11 સ્માર્ટફોનની શરૂઆતની કિંમત ચીનમાં 3,999 CNY રાખી છે, એટલે કે કન્વર્ઝન રેટ પ્રમાણે ભારતીય રૂપિયામાં આ કિંમત 48,100 રૂપિયા થવા જાય છે. આ કિંમત OnePlus 11ના 12 જીબી અને 256 જીબી વેરિયંટની છે. કંપનીએ OnePlus 11નું 16 જીબી અને 256 જીબી વેરિયંટ પણ લોન્ચ કર્યું છે, જેની કિંમત 4,399 CNY રાખવામાં આવી છે, જે 52,891 રૂપિયા થવા જાય છે. OnePlus 11નું સૌથી ટોપ મોડેલ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજવાળુ છે, જેની કિંમત 4,899 CNY રાખવામાં આવી છે, જે ભારતીય રૂપિયામાં 58,880 થવા જાય છે.
આ સ્માર્ટફોન Emerald Green અને Volcanic Black કલર ઓપ્શનમાં આવે છે. હાલ તો આ સ્માર્ટફોન માત્ર ચીનમાં જ વેચાણ માટે મૂકાયો છે. ચીનમાં OnePlus 11નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યુ છે, અને તેનું વેચાણ 9 જાન્યુઆરીથી શરૂ થશે. ગ્લોબલ માર્કેટમાં અને ભારતમાં OnePlus 11 7 ફેબ્રુઆરીના રોજ એટલે કે હજી એક મહિના પછી લોન્ચ થવાનો છે.
OnePlus 11ના સ્પેસિફિકેશન્સ જાણો
OnePlus 11 Android 13 બેઝ્ડ OxygenOS 13 પર કામ કરે છે. આ ફોનમાં 6.7 ઈંચની QHD+ Samsung E4 AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 3216*1440 પિક્સલ છે. OnePlus 11ની ડિસ્પ્લે 120HZનો રિફ્રેશ રેટ આપે છે, સાથે જ તેમાં ડોલ્બી વિઝનનો સપોર્ટ પણ છે. આ ઉપરાંત OnePlus 11 દમદાર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસરથી સજ્જ છે. જેમાં 16 જીબી રેમ અને મેક્સિમમ 512 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
કેમેરા ડિપાર્ટમેન્ટ છે શાનદાર
ફોટોગ્રાફી માટે OnePlus 11માં ટ્રિપલ રિયર હેઝલબ્લેડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમ 50 મેગાપિક્સલ સોની IMX890નો પ્રાઈમરી કેમેરા OIS સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત તેમાં 48 MP Sony IMX581 સેકન્ડરી સેન્સર છે, જે અલ્ટ્રાવાઈડ લેન્સ છે અને ઓટોફોકસને સપોર્ટ કરે છે. જ્યારે ત્રીજો કેમેરા 32MP Sony IMX709 RGBW Tertiary સેન્સર છે. ફ્રંટ સાઈડ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470