Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જૂનો ફોન નકામો થઈ ગયો છે? તેનાથી થઈ શકે છે આ 10 મહત્વના કામ
આજકાલ નવો ફોન ખરીદવાનો સમયગાળો ખૂબ ટૂંકો થઈ ગયો છે. દરેક વ્યક્તિ 2-3 વર્ષે તો ફોન બદલી જ નાખે છે. નવો ફોન આવતા જ જૂનો ફોન નકામો થઈ જાય છે. જો તમને ફોનની સારી એક્સચેન્જ વેલ્યુ કે પછી યોગ્ય ખરીદનાર નથી મળ્યા તો ફોનને તમે ક્યાંક ભંગારમાં ખૂણામાં મુકી રાખશો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જૂના ફોનને તમે જુદી જુદી રીતે ઉપયોગમાં લઈ શકો છો. અમે તમને કેટલીક એવી રીત જણાવીશું, જેની મદદથી તમે જૂના ફોનનો ઉપયોગ કરી શકો છો.

બેકઅપ ડિવાઈસ
તમે જૂના ફોનનો ઉપયોગ નવા ફોનનો બેકઅપ લેવા માટે કરી શકો છો. તેમાં ફોટોઝ, વીડિયોઝ, કોન્ટેક્ટ્સ સહિતનો ડેટા રાખી શકાય છે.
મ્યુઝિક પ્લેયર
તમે જૂના ફોનનો ઉપયોગ મ્યુઝિક પ્લેયર તરીકે પણ કરી શકો છો. તેમાં તમને ગમતા ગીતો ડાઉનલોડ કરીને રાખી દો અને સમય પ્રમાણે સાંભળ્યા કરો. આના માટે ઈન્ટરનેટની જરૂર નથી, સાથે જ તમારા મુખ્ય ફોનની બેટરી પણ બચેલી રહેશે.
ઈ બુક રિડર
જૂના ફોનનો ઉપયોગ તમે ઈ બુક રીડર તરીકે પણ કરી શકો છો. તેમાં ઈ બુક ડાઉનલોડ કરીને જરૂર પ્રમાણે વાંચી શકો છો.
ગેમિંગ ડિવાઈસ
જો તમને ગેમિંગનો શોખ છે, તો જૂના ફોનનો ઉપયોગ ગેમિંગ માટે કરી શકો છો. આ ફોનમાં તમે ગેમ ડાઉનલોડ કરીને રમી શકો છો. સાથે જ બાળકોને રમવાના ફોન તરીકે પણ આ ફોનનો ઉપયોગ કરી શકાય છે.
કેમેરા
જૂના ફોનનો ઉપયોગ તમે કેમેરા તરીકે પણ કરી શકો છો. ખાસ વીડિયો અને ફોટોઝ લેવા માટે આ ફોન વાપરી શકાય છે. જો જૂના ફોનનો કેમેરા સારો છે, તો તેમાં સિમકાર્ડ લગાવ્યા વગર તેને ડિજિટલ કેમેરા તરીકે વાપરી શકાય છે.
ડિજિટલ કેલેન્ડર
તમે જૂના ફોનનો ઉપયોગ ડિજિટલ કેલેન્ડર તરીકે પણ કરી શકો છો. તેમાં તમે જુદી જુદી ઘટનાઓ અને કામ શેડ્યુલ કરી શકો છો.
ટોર્ચ લાઈટ
દરેક ફોનમાં ફ્લેશ હોય છે. જૂના ફોનનો ઉપયોગ તમે ટોર્ચ તરીકે કરી શકો છો. જૂનો ફોન ચાર્જ કરીને રાખો અને જરૂર હોય ત્યારે તેની ફ્લેશ ઓન કરી લો.
ડિજિટલ ફોટોફ્રેમ
જૂના ફોનનો ઉપયોગ ડિજિટલ ફોટોફ્રેમ તરીકે પણ થઈ શકે છે. એવી ઘણી એપ્સ છએ, જેનાથી તમે ટેબ્લેટ કે ફોનને ડિજિટલ ફોટફ્રેમ બનાવી શકો છો.
સ્માર્ટહોમ ડિવાઈસ
જો તમે જૂના ફોનને સ્માર્ટ હોમ ડિવાઈસમાં કન્વર્ટ કરવા ઈચ્છો, તો પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરીને સ્માર્ટ લાઈટ્સ સહિતના ડિવાઈસ કંટ્રોલ કરી શકાય છે.
સિક્યોરિટી કેમેરા
જૂના ફોનનો ઉપયોગ સીસીટીવી તરીકે પણ થઈ શકે છે. કેટલીક એપ્સ તમે ફોનમાં ઈન્સ્ટોલ કરી દેશો, તો ફોનમાં પાવર આપ્યા બાદ તેનો કેમેરા તરીકે ઉપયોગ કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications