Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 681 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જૂના ફોનથી કંટાળી ગયા છો? આ 5 રીતે કરો કસ્ટમાઈઝ, ફોન થઈ જશે એકદમ નવો
જૂના એન્ડ્રોઈડ સ્માર્ટફોનના એક જ જેવા લેઆઉટ અને સોફ્ટવેર એક્સપીરિયન્સથી બોર થઈ ગયા છો, તો તેને કસ્ટમાઈઝ કરીને એકદમ નવા જેવી ફીલ લઈ શકો છો. તમે સેટિંગ્સ અને પર્સનલાઈઝેશન દ્વારા કેટલાક પરિવર્તન કરીને ફોનનો લૂક અને ફીલ બદલી શકો છો. ચાલો તમને જણાવીએ કે એવા કયા કસ્ટમાઈઝેશન્સ છે, જેની મદદથી તમે જૂના ફોનને એકદમ નવા જેવો બનાવી શકો છો, જેનાથી તમને ફોન યુઝ કરવાની પણ મજા આવશે.

ફટાફટ બદલો હોમ સ્ક્રીનનો લે આઉટ
સૌથી પહેલા તો ફોનની હોમ સ્ક્રીન પર દેખાતા આઈકન્સ અને તેમની પોઝિશન બદલી નાખો. તમારે એવી એપ્સને સ્ક્રીન પર રાખવી જોઈએ, જેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત એપ્સની પોઝિશન પણ એ રીતે નક્કી કરો, જેથી તેને સરળતાથી ઓપન કરી શકાય. આ રીતે હોમ સ્ક્રીનનો લે આઉટ ગમે ત્યારે બદલી શકાય છે.
કસ્ટમ લોન્ચર એપ્સ ઈન્સ્ટોલ કરો
તમે એન્ડ્રોઈડ ફોન માટે જુદા જુદા પ્રકારના કસ્ટમ લોન્ચર્સ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો. Go Launcherથી લઈને Nova Launcher સુધીની એપ્સ તમારા ફોનની લૂક અને ફીલ બદલી શકે છે. સાથે જ તેમાં નવા કસ્ટમાઈઝેશન વિકલ્પ અને ફીચર્સ પણ મળે છે.
થીમ અને વૉલ પેપર પણ બદલો
ફોનને નવો લૂક અને ફીલ આપવા માટે તમે સૌથી પહેલા જે કામ કરી શકો છો, તે તેની થીમ અને વૉલપેપર બદલવાનું છે. મોટા ભાગના ડિવાઈસમાં થઈમ્સ બદલવાનો વિકલ્પ પર્સનલાઈઝેશન સેટિંગ્સમાં મળે છે. બાકીના ડિવાઈસિઝ માટે તમે પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરી શકો છો. તમે ઈચ્છો તો ફોનના ફોન્ટ્સ પણ બદલી શકો છો.
વિજેટ્સ એડ કરો
એન્ડ્રોઈડ યુઝર્સ વિજેટ્સની મદદથી માહિતી સ્ક્રીન પર જોઈ શકે છે. તમે હોમ સ્ક્રીન પર સંખ્યાબંધ વિજેટ્સ લગાવી શકો છો, જેનાથી સ્ક્રીનની લેઆઉટ નવી થઈ જશે અને ફંક્શનાલિટી વધારે સારી થશે. તમે વેધર અપડેટ્સથી લઈને કેલેન્ડર ઈવેન્ટ્સ કે પછી રિસન્ટ મેસેજિસ જેવા વિજેટ્સ યુઝ કરી શકો છો.
કસ્ટમ રિંગટોન અને નોટિફિકેશન ટોન્સ
જો તમે અલગ અલગ કોન્ટેક્ટ્સ માટે અલગ અલગ રિંગટોન કે પછી નોટિફિકેશન્સ ટોન્સ લગાવી શકો છો. તેનો ફાયદો એ થશે કે ફોનને હાથ લગાવ્યા વગર કે સ્ક્રીન જોયા વગર ખબર પડી જશે કે કોનો કોલ આવી રહ્યો છે કે પછી મેસેજ આવ્યો છે. તમે પસંદગીના લોકો માટે કસ્ટમ રિંગટોન અને નોટિફિકેશન ટોન્સ સેટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
