Nothing Phone 2a Plus Vs Phone 2a, તમારા માટે કયો ફોન છે બેસ્ટ?

By Gizbot Bureau
|

Nohting કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન Nothing Phone 2a Plus ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં શાનદાર સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે. ભારતમાં હવે Nothing Phone 2a મોડેલમાં બે સ્માર્ટફોન એટલે કે એક તો Nothing Phone 2a અને બીજો Nothing Phone 2a Plus એમ મોડેલ મળી રહ્યા છે. બંને ફોનની ડિઝાઈન સરખી છે, પરંતુ બંનેના પર્ફોમન્સમાં શું ફરક છે? બંનેની કિંમત, ફીચર્સ કેટલા અલગ છે, ચાલો જાણીએ.

Nothing Phone 2a Plus Vs Phone 2a સ્પેસિફિકેશન્સ

Nothing Phone 2a Plus માં 6.7 ઈંચની Full HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ, 394ppi પિક્સલ ડેન્સિટી અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે. Nothing Phone 2aમાં 6.7 ઈંચની ફ્લેક્સિબલ એમોલેડ ડિસ્પ્લે છે, જે HDR+ રિઝોલ્યુશન 120 હર્ટઝનો રિફ્રેશ રેટ 10 bit કલર એક્યુરસી અને 1300 nitsની પીક બ્રાઈટનેસ ઓફર કરે છે.

Nothing Phone 2a Plus Vs Phone 2a, તમારા માટે કયો ફોન છે બેસ્ટ?

પ્રોસેસરની વાત કરીએ તો Nothing Phone 2A પ્લસમાં ઓક્ટા કોર 4nm MediaTek Dimensity 7350 Pro 5G SoC મળે છે. જ્યારે Nothing Phone 2aમાં ડાયમેન્શન 7200 પ્રો પ્રોસેસર છે. આ બંને જ પ્રોસેસર ઓક્ટાકોર સીપીયુની પાવરફૂલ ચિપથી સજ્જ છે.

Nothing Phone 2a Plusમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. જ્યારે નથિંગ ફોન 2એમાં પણ સેમ ઓપ્શન અવેલેબલ છે.

ખાસ તો કેમેરાની કમ્પેરિઝન કરીએ તો Nothing Phone 2A Plusમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. જેમાં f/1.88 અપાર્ચર, 10X ડિઝિટલ ઝૂમ અને ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશનની સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન વાળો 50 મેગાપિક્સલનો પ્રાઈમરી Samsung GN9 1/1.57 ઈંચ સેન્સર સામેલ છે. જ્યારે સેકન્ડરી કેમેરામાં 50 મેગાપિક્સલની સાથે Samsung JN1 1/2 .76 ઈંચ સેન્સર 114 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યુ આપે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો Samsung JN1 સેલ્ફી શૂટર પણ સામેલ છે.

જ્યારે નથિંગ ફોન 2એમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જેની સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા પણ મળે છે. આ બંને ફોન 30 fps પર 4K વીડિયો શૂટ કરી શકે છે અને LED ફ્લેશ, પેનોરમા, HDR જેવી ફેસિલિટી ધરાવે છે. સેલ્ફી માટે નથિંગ ફોન 2એમાં 32 મેગાપિક્સલ સુધીનો કેમેરા મળે છે.

બેટરીની વાત કરીએ તો Nothing Phone 2a Plusમાં 50 W ફાસ્ટ ચાર્જિગ સપોર્ટની સાથે 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી 5000 mAhની બેટરી મળે છે. જ્યારે Nothing Phone 2aમાં 5000 mAhની બેટરી મળે છે.

હવે મૂળ વાત કિંમતની. તો Nothing Phone 2a Plusના બેઝ વેરિયંટ એટલે કે 8 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 29,999 રૂપિયા છે. જ્યારે તેના 12 GB રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 31,999 રૂપિયા છે. આ ફોન તમે બ્લેક અને ગ્રે એમ બે ઓપ્શનમાં ખરીદી શકો છો. જ્યારે Nothing Phone (2a)ની કિંમત 23,999 રૂપિયાથી શરૂ થાય છે.

Best Mobiles in India

English summary
Nothing phone 2a Plus vs Nothing phone 2a which phone is best for you

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X