Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Phone 2 કે પછી Infinix GT 10 Pro, કયો ફોન છે બેસ્ટ?
જો તમે પણ ડિફરન્ટ ડિઝાઈન અથવા ગેમિંગવાળો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે નથિંગ ફોન ટુ અથવા તો ઈન્ફિનિક્સ જીટી 10 પ્રો સ્માર્ટફોન ખરીદી શકો છો. આ બંને ફોન ટ્રાન્સપરન્ટ ડિઝાઈન ધરાવે છે. તાજેતરમાં જ ઈન્ફિનિક્સે પોતાનો નવો હેન્ડસેટ Infinix GT 10 Pro લોન્ચ કર્યો છે. આ ફોન દેખાવમાં પ્રીમિયમ ફોન Nothing Phone 2 જેવો લાગે છે. આ ફોન ખાસ ગેમર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે, ટ્રાન્સપરન્ટ ડિઝાઈન ધરાવતા આ બંને ફોનમાંથી કયો ફોન વધારે સારો છે.

Nothing Phone 2 અને Infinix GT 10 Proની કિંમત કમ્પેરિઝન
Nothing Phone 2 ત્રણ જુદા જુદા કન્ફ્યુગિરેશનમાં લોન્ચ થયો છે. આ ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 44,999 રૂપિયા છે, તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 49,999 રૂપિયા છે. જ્યારે ટોપ વેરિયંટ એટલે કે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 54,999 રૂપિયા છે.
જ્યારે Infinix GT 10 Pro ફોન ભારતીય માર્કેટમાં 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ થયો છે. આ ફોનનું એક જ વેરિયંટ છે, જે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવે છે. જેની કિંમત માત્ર 19,999 રૂપિયા છે.
Nothing Phone 2 અને Infinix GT 10 Proની ડિસ્પ્લે
Nothing Phone 2 6.7 ઈંચની LTPO OLED ડિસ્પ્લે ધરાવે છે, જે 120Hz-1z રિફ્રેશ રેટ પર કામ કરે છે. આ ફોનની ફ્રેમ એલ્યુમિનિયમની છે, જે 100 ટકા રિસાઈકલ થઈ શકે છે. નથિંગનો આ ફોન સ્નેપડ્રેગન 8+ Gen 1 પ્રોસેસર ધરાવે છે. આ ફોનમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ ધરાવે છે.
જ્યારે Infinix GT 10 Proમાં 6.67 ઈંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ 360 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ ધરાવે છે. ઈન્ફિનિક્સના આ ફોનમાં ટ્રાન્સપરન્ટ ડિઝાઈન મળે છે. આ ફોનની બેક પેનલનું ટેક્સચર નથિંગ ફોન જેવું જ છે. એટલે જ આ ફોનની સરખામણી નથિંગ સાથે થાય છે.
Nothing Phone 2 અને Infinix GT 10 Proનું પર્ફોમન્સ
Nothing Phone 2 સ્નેપડ્રેગન 8+ Gen 1 પ્રોસેસર ધરાવે છે, જેમાં તમને 12 જીબી રેમ અને 512 જીબી સુધીનું સ્ટોરેજ મળે છે.
જ્યારે Infinix GT 10 Proમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8050 પ્રોસેસર છે. જેની સાથે 8 જીબી LPDDR4X રેમ અને 256 GB USF 3.1 સ્ટોરેજ મળશે. સાથે જ કૂલિંગ માટે ડબલ એક્સિસ લીનિયર મોટર અને એક 4,319 મિમી સ્ક્વેર લિક્વિડ વેપર ચેમ્બર ધરાવે છે.
બંને ફોનના કેમેરાની સરખામણી
નથિંગ ફોન 2માં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા મળે છે. જેમાં બંને લેન્સ 50 મેગાપિક્સલના છે. સાથે જ આ ફોનમાં Sony IMX 980 સેન્સર પણ છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
Infinix GT 10 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઈમરી કેમેરા 108 મેગાપિક્સલનો અ 2 મેબાગિક્સલના બે કેમેરા છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
બંને ફોનની બેટરીમાં શું છે ફરક?
Nothing Phone 2એ 4,700 mAhની બેટરી છે, જ્યારે 45W વાયર ચાર્જિંગ અને 15Wનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે. સાથે જ આ ફોનમાં 5W રિવર્સ ચાર્જિંગ પણ ધરાવે છે.
Infinix GT 10 Proને પાવર આપવા માટે કંપનીએ 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAhની બેટરી ધરાવે છે. આ કંપની ઈન હાઉસ બાયપાસ ચાર્જિંગ મોડ ધરાવે છે. કંપનીનો દાવો છે કે ગેમિંગ સેશન દરમિયાન ઓવરહીટિંગ 7 ડિગ્રી સેલ્શિયસ ઘરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications