Just In
Nothing Phone 1ની કિંમતમાં થયો આટલો વધારો, 1 મહિના પહેલા થયો હતો લોન્ચ
Nothing Phone 1 હજી એક મહિના પહેલા જ લોન્ચ થયો છે, અને એક જ મહિનામાં કંપનીએ ફોનના ભાવ વધારી દીધા છે. લોકો આશા રાખીને બેઠા હતા કે થોડા સમય બાદ આ સ્માર્ટ ફોનની કિંમતમાં ઘટાડો થશે. પરંતુ કંપનીએ તો ફોનના ભાવ વધાર્યા છે. આ ભાવ વધારો Nothing Phone 1ના ત્રણેય વેરિયંટમાં કરવામાં યો છે.

Nothing Phone 1ની કિંમતમાં ભાવ વધારા અંગે ખુદ નથિંગ ઈન્ડિયાના જનરલ મેનેજર મનુ શર્માએ માહિતી આપી છે. તેમણે સ્માર્ટ ફોનના ભાવ વધારા પાછળનું કારણ પણ જણાવ્યું છે. ગત મહિને જ લોન્ચ થયેલા આ ફોનને શરૂઆતમાં ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. પરંતુ કેટલાક દિવસો બાદ યુઝર્સે ફોનના વપરાશમાં કેટલીક મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદ કરી હતી.
Nothing India ના જનરલ મેનેજર રઘુ શર્માએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે કરન્સી એક્સચેન્જ રેટમાં આવેલા ફેરફાર અને કોમ્પોનન્ટ્સની કિંમત વધવાથી Nothing Phone 1ની કિંમતમાં વધારો થયો છે. જો કે બીજી તરફ Xiaomi, Realme, Samsung જેવી કંપનીઓએ હજી સુધી પોતાના કોઈ પણ ફોનના ભાવ નથી વધાર્યા.
આટલી વધી કિંમત
Nothing Phone 1ના બેઝ વેરિયંટ એટલે કે 8 જીબી, 128 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 33 હજાર 999 રૂપિયા છે, જે લોન્ચ 32,999ની કિંમતે થયો હતો, એટલે કે આ વેરિયંટમાં 1000 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જ્યારે ફોનનો 8 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજ વેરિયંત હવે રૂપિયા 36,999માં મળી રહ્યો છે, જે શરૂઆતમાં 35,999 રૂપિયામાં મળતો હતો. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજવાળા ટોપ વેરિયંટની કિંમત 38,999થી વધીને રૂપિયા 39,999 રૂપિયા કરી દેવાઈ છે. એટલે કે ત્રણેય વેરિયંટની કિંમતમાં કંપનીએ રૂપિયા 1000નો વધારો કર્યો છે. હજી સુધી તો ફ્લીપકાર્ટ પર આ ફોનની જૂની જ કિંમતો દેખાઈ રહી છે. જો કે ફોન પણ તમે ઓર્ડર નહીં કરી શકો, કારણ કે તે આઉટ ઓફ સ્ટોક છે.
Nothing Phone 1ના સ્પેસિફિકેશન્સ
Nothing Phone (1)ના કોર ફીચર્સની વાત કરીએ તો ફોનમાં 6.55 ઈંચની 10 બિટ OLED ડિસ્પ્લે છે. સાથે જ સ્ક્રીનનું રિઝોલ્યુશન 2,400*1,080 પિક્સલનું છે, જે HDR 10+ કન્ટેન્ટ સપોર્ટ કરે છે. આ સ્ક્રીમાં 1,200 nitsની બ્રાઈટનેસ છે, જ્યારે તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગનનું 778G+ પ્રોસેસર મૂકવામાં આવ્યું છે, જે એડ્રેનો 642L GPU સાથે આવે છે. તો Nothing Phone (1)માં 12જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ મેમરી કેપેસિટી છે.
ફોનના કેમેરાની વાત કરીએ તો Nothing Phone (1) માં 50MP સોની IMX 766 પ્રાઈમરી કેમેરા છે. જ્યારે સેકન્ડરી સેન્સરમાં પણ 50MP સેમસંજ JN1 કેમેરા છે, જે f/2.2 અપાર્ચર ધરાવે છે. તો સેલ્ફી માટે કંપનીએ ફ્રંટ સાઈટ 16 MP સોની IMX 471 કેમેરા સેન્સર આપ્યું છે, જે f/2.45 અપાર્ચર ધરાવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, વાઈ ફાઈ 6, ડ્યુલ બેન્ડ વાઈ ફાઈ, બ્લુટૂથ 5.2, NFC, A-GPS, USB Type C ચાર્જિંગ પોર્ટ અપાયો છે.
કંપનીએ પોતાના યુઝર્સ માટે 3 વર્ષની એન્ડ્રોઈડ અપડેટ્સ આપવાની ગેરેન્ટી લીધી છે. આ ઉપરાંત ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. તો બેટરીની કેપેસિટી 4,500 mAh છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 15W Qi વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470