Just In
Nothing Phone (1) ખરીદો 20,000થી પણ ઓછી કિંમતમાં, આ છે ઓફર
Flipkart હાલ iPhone 13, Google Pixel 6A અને Nothing Phone (1) સહિતના સ્માર્ટફોન પર ઘણી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો તમે 30,000થી ઓછી કિંમતમાં સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, તો તમારે Nothing Phone (1) એક સારો વિકલ્પ બની શકે છે. આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, ત્યારે તેની કિંમત 32,999 રૂપિયા રાખવામાં આવી છે. જે હવે ઘટીને માત્ર 29,999 રૂપિયા થઈ ચૂકી છે. જો કે હાલ ફ્લિપકાર્ટ પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ લઈને આ Nothing Phone (1) 20,000થી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

જાણો સંપૂર્ણ ઓફર
આમ તો ફ્લિપકાર્ટ સહિતની ઈ કોમર્સ વેબસાઈટ પર Nothing Phone (1) 29,999 રૂપિયામાં ખરીદી શકાય છે. પરંતુ જો તમારી પાસે બેન્ક ઓફ બરોડાનું કાર્ડ છે, તો તમે આ ડિવાઈસ પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એ જ રીતે જો તમારી પાસે ફેડરલ બેન્કનું કાર્ડ છે, અને તેના દ્વારા તમે Nothing Phone (1) ખરીદો છો તો તમને 3000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ પર તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ પણ કરાવી શકો છો. આ એક્સચેન્જ ઓફર અંતર્ગત તમને વધુમાં વધુ 17,500 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. જો કે દરેક ડિવાઈસને એક્સચેન્જ કરવા પર આટલી જ કિંમત મળે તે જરૂરી નથી. જો તમારી પાસે સેમસંગનો જૂનો ફોન છે, તો તમને વધુમાં વધુ 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ પ્રકારની બધી જ ડીલ્સનો લાભ મળે તો Nothing Phone (1)ની કિંમત ઘટીને 16,000 રૂપિયા થઈ જાય છે.
જાણો ફોનના ફીચર્સ
Nothing Phone (1)ના કોર ફીચર્સની વાત કરીએ તો ફોનમાં 6.55 ઈંચની 10 બિટ OLED ડિસ્પ્લે છે. સાથે જ સ્ક્રીનનું રિઝોલ્યુશન 2,400*1,080 પિક્સલનું છે, જે HDR 10+ કન્ટેન્ટ સપોર્ટ કરે છે. આ સ્ક્રીમાં 1,200 nitsની બ્રાઈટનેસ છે, જ્યારે તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગનનું 778G+ પ્રોસેસર મૂકવામાં આવ્યું છે, જે એડ્રેનો 642L GPU સાથે આવે છે. તો Nothing Phone (1)માં 12જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ મેમરી કેપેસિટી છે.
આવો છે Nothing Phone (1)નો કેમેરા સેટઅપ
ફોનના કેમેરાની વાત કરીએ તો Nothing Phone (1) માં 50MP સોની IMX 766 પ્રાઈમરી કેમેરા છે. જ્યારે સેકન્ડરી સેન્સરમાં પણ 50MP સેમસંગનો JN1 કેમેરા છે, જે f/2.2 અપાર્ચર ધરાવે છે. તો સેલ્ફી માટે કંપનીએ ફ્રંટ સાઈટ 16 MP સોની IMX 471 કેમેરા સેન્સર આપ્યું છે, જે f/2.45 અપાર્ચર ધરાવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, વાઈ ફાઈ 6, ડ્યુલ બેન્ડ વાઈ ફાઈ, બ્લુટૂથ 5.2, NFC, A-GPS, USB Type C ચાર્જિંગ પોર્ટ અપાયો છે.
Nothing Phone (1) એન્ડ્રોઈડ 12 પર આધારિત નથિંગ ઓએસ કસ્ટમ સ્કિપ પર કામ કરે છે, જે સ્ટોક એન્ડ્રોઈડનો અનુભવ આપે છે. કંપનીએ દર 2 મહિને 3 વર્ષ સુધી એન્ડ્રોઈડ સપોર્ટ અ 4 વર્ષ સુધી સુરક્ષા સપોર્ટ આપવાનો વાયદો પણ કર્યો છે. આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર, ફેસ અનલોક સપોર્ટ પણ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470