નોકિયા 3310 નવો Vs જૂનો ફોન, જાણો 17 વર્ષમાં કેટલો બદલાયો

Posted By: anuj prajapati

નોકિયા ઘ્વારા હાલમાં જ જાહેર કરાયેલો નોકિયા 3310 ફોન અત્યારથી જ ઈન્ટરનેટ પર છવાઈ ચુક્યો છે. એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં એચએમડી ગ્લોબલ ઘ્વારા નોકિયા 3310 ફીચર ફોન મોડર્ન લૂક સાથે બતાવવામાં આવ્યો છે. તેની સાથે નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 સ્માર્ટફોન વિશે પણ માહિતી આપવામાં આવી છે.

નોકિયા 3310 નવો Vs જૂનો ફોન, જાણો 17 વર્ષમાં કેટલો બદલાયો

લેટેસ્ટ નોકિયા 3310 ફીચર ફોનના ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઇ ચુક્યા છે. લેટેસ્ટ નોકિયા 3310 ફીચર ફોનના ફોટો જોઈને ચોક્કસ કહી શકાય કે નવા અને જુના ફોનમાં ઘણો તફાવત રાખવામાં આવ્યો છે. જૂનો અને નવો ફોન ઘણી રીતે એકબીજા થી અલગ તરી આવે છે.

નોકિયા 6 સ્માર્ટફોન ભારતમાં 5 એપ્રિલે લોન્ચ થઇ શકે છે.

લેટેસ્ટ નોકિયા 3310 ફીચર ફોનમાં સૌથી મોટો તફાવત તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં અમે લેટેસ્ટ નોકિયા 3310 (2017) અને જૂનો નોકિયા 3310 (2000) બંને ફીચર ફોનની સરખામણી કરવા જઈ રહ્યા છે, જે તમને નવા અને જુના બંને ફોન વિશે સારો એવો આઈડિયા આપી દેશે.

ડિઝાઇન અને ડિસ્પ્લે

ડિઝાઇન અને ડિસ્પ્લે

જો બંને ડિવાઈઝની સરખામણી કરવામાં આવે તો નવો ફોન વજનમાં હલકો છે. જયારે જૂનો નોકિયા 3310 ફોન વજનમાં થોડો ભારી હતો. જૂનો નોકિયા 3310 ફોન ટિપિકલ નેવી બ્લુ કલરમાં ઉપલબ્ધ હતો જયારે લેટેસ્ટ નોકિયા 3310 ફોન યેલો, રેડ, બ્લુ જેવા ઘણા કલર ઓપશનમાં ઉપલબ્ધ છે.

જો ડિસ્પ્લે વિશે વાત કરવામાં આવે તો નવા નોકિયા 3310 ફોનની ડિસ્પ્લે મોટી રાખવામાં આવી છે. લેટેસ્ટ 3310 (2017) મોડલ ફોન 2.4 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન કલર એલઇડી સાથે આપવામાં આવી છે. જયારે જૂનો નોકિયા 3310 ફોનમાં 1.5 ઇંચ ડિસ્પ્લે મોનોક્રોમ એલસીડી સાથે આપવામાં આવી હતી.

કેમેરા

કેમેરા

વર્ષ 2000 દરમિયાન ફ્રન્ટ કેમેરા તો ઘણીં દૂરની વાત છે પરંતુ તેમાં બેક કેમેરા પણ આપવામાં આવતા ના હતા. જયારે લેટેસ્ટ નોકિયા 3310 ફોનમાં 2 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. હવે આ ફોનની કિંમત જ 3500 રૂપિયામાં રાખવામાં આવી છે તો પછી કેમેરા પણ તે મુજબ જ આપવામાં આવશે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

જુના નોકિયા 3310 ફોનમાં કનેક્ટિવિટી માટે ખુબ જ લિમિટેડ ઓપશન જેવા કે ડ્યુઅલ બેન્ડ જીએસએમ આપવામાં આવ્યા હતા. જયારે લેટેસ્ટ નોકિયા 3310 ફીચર ફોનમાં ઘણા કનેક્ટિવિટી ઓપશન જેવા કે ડ્યુઅલ બેન્ડ જીએસએમ, માઇક્રો યુએસબી, બ્લ્યુટૂથ, 3.5 એમએમ જેક, માઇક્રો એસડી કાર્ડ, એફએમ રેડિયો આપવામાં આવ્યા છે. ધ્યાન આપવામાં જેવી બાબત છે કે બંને ડિવાઈઝ 2જી સપોર્ટ કરશે એટલા માટે તમે 3જી કે 4જી ચલાવી નહીં શકો.

બેટરી અને સ્ટોરેજ

બેટરી અને સ્ટોરેજ

આ વાતમાં કોઈ જ શંકા નથી કે જૂનો નોકિયા 3310 ફોન બેસ્ટ બેટરી ફોન હતો. તેમાં 900mAh રીમવેબલ બેટરી આપવામાં આવી હતી. જે 55 કલાક સ્ટેન્ડ બાય અને 2.5 કલાક સુધી ટોક ટાઈમ આપી શકતી હતી. જયારે લેટેસ્ટ નોકિયા 3310 ફીચર ફોનમાં 1200mAh રીમવેબલ બેટરી આપવામાં આવી છે. એચએમડી ગ્લોબલના જણાવ્યા અનુસાર આ ફોનમાં 31 દિવસ સ્ટેન્ડ બાય મોડ અને 22 કલાક ટોક ટાઈમ આપવામાં આવ્યો છે.

કિંમત અને ક્યારે આવશે

કિંમત અને ક્યારે આવશે

જૂનો નોકિયા 3310 ફોન ખુબ જ સારો અને ખરીદી શકાય તેવો ફોન હતો. જેની કિંમત 2710 રૂપિયા હતી. જયારે લેટેસ્ટ નોકિયા 3310 ફીચર ફોનની કિંમત 3500 રૂપિયા રાખવામાં આવી છે અને આ ફોન વર્ષના બીજા કવાટરમાં આવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Nokia 3310 (2017) vs Nokia 3310 (2000): Everything that changed in 17 years

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot