નોકિયા 3, નોકિયા 5, નોકિયા 3310 ભારતમાં બીજા કવાટરમાં રિલીઝ થશે

Posted By: anuj prajapati

નોકિયા ફેન્સ નોકિયા ઘ્વારા જાહેર કરવામાં આવેલા નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 સ્માર્ટફોનની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નોકિયા ફેન્સ માટે આ સ્માર્ટફોન સાથે જોડાયેલી ખુબ જ રસપ્રદ માહિતી આવી છે.

નોકિયા 3, નોકિયા 5, નોકિયા 3310 ભારતમાં બીજા કવાટરમાં રિલીઝ થશે

એચએમડી ગ્લોબલ નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 અને નોકિયા 3310 ફોન ભારતમાં આ વર્ષના બીજા કવાટર માં લોન્ચ કરી રહ્યા છે. નોકિયા સ્માર્ટફોન વિશે હાલમાં ઘણી લેટેસ્ટ માહિતી આવી રહી છે. તો એક નજર કરો નોકિયા સ્માર્ટફોન પર જેઓ ખુબ જ જલ્દી ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.

એચએમડી ફીચર ફોન પર ફોકસ કરશે

એચએમડી ફીચર ફોન પર ફોકસ કરશે

ફીચર ફોન માર્કેટમાં 55 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તેમને આગળ જણાવ્યું કે દર મહિને 11 થી 12 મિલિયન ફીચર ફોન વેચાય છે. ફીચર ફોનની વધારે ડિમાન્ડને કારણે નોકિયા ફીચર ફોન લાવશે અને તેને વેચશે.

નોકિયા 9 પ્રિમિયન સ્માર્ટફોન હશે

નોકિયા 9 પ્રિમિયન સ્માર્ટફોન હશે

એચએમડી ગ્લોબલ આ વર્ષમાં લગભગ 6 થી 7 સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ કંપની નોકિયા 9 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જેમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટ ઉપયોગ કરવામાં આવશે. નોકિયા 9 સ્માર્ટફોન આ વર્ષના ત્રીજા કવાટરમાં આવશે અને તેની કિંમત 44,999 રૂપિયા રાખવામાં આવશે.

ટ્રિનિટી 5 ઇંચ એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિન્ડો પીસી જેમ કામ કરશે

નોકિયા 7 અને નોકિયા 8 પણ

નોકિયા 7 અને નોકિયા 8 પણ

કંપની નોકિયા 7 અને નોકિયા 8 જેવા મીડ રેન્જ સ્માર્ટફોન માટે પણ કામ કરી રહી છે. જેમાં સ્નેપડ્રેગન 660 ચિપસેટ ઉપયોગ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન પણ આ વર્ષના બીજા કવાટરમાં લોન્ચ થઇ શકે છે.


English summary
Nokia seems to be all set to announce the new set of smartphones and feature phones in the second quarter of this year. It is believed that the Nokia 9, Nokia 7 and Nokia 8 will be unveiled sometime before June.The company will focus more on the feature phones as there is a huge demand for the same.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot