Motorola Edge 40ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત

By Gizbot Bureau
|

સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલાએ પોતાનો નવો ફોન Motorola Edge 40 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8020 પ્રોસેસર અને 5000 mAh બેટરી આપવામાં આવી છે. આ ફોન મોટોરોલાની સત્તાવાર વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ લેટેસ્ટ ફોનનું સેલ શરૂ થઈ ચૂક્યુ છે. તો ચાલો જાણી લઈએ કે Motorola Edge 40ની કિંમત શું છે, અને તેના સ્પેસિફિકેશન્સ શું છે.

Motorola Edge 40ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત

સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે Motorola Edge 40 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થતા પહેલા લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ, યુરોપ અને એશિયાના કેટલાક દેશમાં લોન્ચ થઈ ચૂક્યો છે. ભારત કરતા પહેલા કંપનીએ મેની શરૂઆતમાં જ Motorola Edge 40 અને Motorola Edge 40 Proને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો. જો કે, ભારતમાં હાલ માત્ર Motorola Edge 40 સ્માર્ટફોન જ લોન્ચ કરવામાં આવ્યો છે.

Motorola Edge 40 કેમ છે ખાસ?

Motorola Edge 40માં 6.55 ઈંચની Full Hd+ પોલેડ ડિસ્પ્લે પેનલ આપવામાં આવી છે, જે 144Hzનો રિફ્રેશ રેટ, 2400*1080 પિક્સલ રિઝોલ્યુશન અને 1200 nitsની પીક બ્રાઈટનેસ ધરાવે છે. મોટોરોલાના આ લેટેસ્ટ હેન્ડસેટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8020 5G SoC Process આપવામાં આવ્યું છે. આ ફોન 8 જીબી રેમ અને 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ ધરાવે છે. તો ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. જેમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, અને સેકન્ડરી કેમેરા 13 મેગાપિક્સલનો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

આ ફોનમાં 4,400 mAhની બેટરી છે, જે 68 W ટર્બોપાવર વાયર્ડ ચાર્જિંગ અને 15 W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ ફોન IP68 રેટિંગ ધરાવે છે. સિક્યોરિટી માટે Motorola Edge 40માં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉક સેન્સર પણ આપવામાં આવ્યું છે.

ત્રણ કલર વેરિયંટમાં ઉપલબ્ધ છે સ્માર્ટફોન

Motorola Edge 40ને ભારતમાં ત્રણ જુદા જુદા કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ભારતમાં એક્લિપપપ્સ બ્લેક, લ્યુનાર બ્લૂ અને નેબુઆ ગ્રીન એમ ત્રણ જુદા જુદા કલરમાં ઉપલબ્ધ થશે.

Motorola Edge 40ની આટલી હશે કિંમત

Motorola Edge 40 30 મે 2023ના રોજથી કંપનીની સત્તાવાર વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. જો કે કંપનીએ ફ્લિપકાર્ટ પર આ ફોનનું પ્રિ બુકિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. Motorola Edge 40 8 જીબી રેમ અને 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજના એક જ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેની માર્કેટ પ્રાઈસ 29,999 રૂપિયા રાખવામાં આવી છે.

Best Mobiles in India

English summary
Motorola Edge 40 launched in India know price and details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X