Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
MOTO G54 ફોનના ભાવમાં થયો ઘટાડો, હવે આટલી ઓછી થઈ ગઈ કિંમત
Motorolaએ MOTO G54 સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં હજી ગત સપ્ટેમ્બર મહિનામાં જ લોન્ચ કર્યો છે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 12 જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજ કેપેસિટી એમ બે વેરિયંટમાં અવેલેબલ છે. આ બંને વેરિયંટની કિંમત અનુક્રમે 15,999 અને 18,999 રૂપિયા છે. જો કે, તાજેતરમા જ કંપનીએ આ બંને વેરિયંટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. કંપનીએ પોતાની તાજેતરની જાહેરાતમાં કહ્યું છે કે આ બંને વેરિયંટની કિંમતમાં 3000 રૂપિયાનો ઘટાડો કરાયો ચે.

હવે આટલી ઘટી ગઈ ફોનની કિંમત
આ ભાવ ઘટાડા બાદ મોટોરોલા ફેન્સ 8 જીબી વેરિયંટને 13,999 રૂપિયામાં અને 12 જીબી વેરિયંટને 15,999 રૂપિયામાં ખરીદી શક્શે. ઉલ્લેખનીય છે કે આ બંને સ્માર્ટફોન મિડનાઈટ બ્લૂ, પર્લ બ્લૂ અને મિન્ટ ગ્રીન કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
MOTO G54ના સ્પેસિફિકેશન્સ
MOTO G54નો આ ફોન કેટલીક બાબતોમાં ખાસ છે. આ ફોનમાં તમને 6.5 ઈંચની ડિસ્પ્લે મળે છે જે 1080 * 2400 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે. એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ ફોનમાં તમને મીડિયાટેક ડાયમેન્સિટી 7020 ચીપસેટ મળે છે, જે ખૂબ સારુ પર્ફોમન્સ ધરાવે છે. જો તમે મિડ રેન્જમાં અથવા બજેટ રેન્જમાં એક સારો સ્માર્ટ ફોન ખરીદવા ઈચ્છો છો તો MOTO G54 તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
ફોનના આ ફીચર્સ છે ખાસ
જો ફોટોગ્રાફીની વાત કરીએ તો આ ફોનમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે, જે LED ફ્લેશ લાઈટ, HDR અને પેનોરોમા ફીચર ધરાવે છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6000 mAhની પાવરફૂલ Li-Po બેટરી છે, જે નોન રિમુવેબલ છે. આ ફોન 33 Wના વાયર્ડ ચાર્જિંગ કેપેસિટી સાથે આવે છે. જે ફાસ્ટ ચાર્જિંગ માટે ખૂબ ઉપયોગી છે.
આ ફીચર્સને કારણે ફોન વાપરવાની મજા આવશે
આ ઉપરાંત કનેક્ટિવિટી માટે મોટોરોલાના આ ફોનમાં Wi Fi 802.11નો સોપ્રટ મળે છે. જ્યારે આ ફોનમાં USB Type C 2.0 પોર્ટ મળે છે, ઓટીજીને પણ સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ ફોનમાં જુદા જુદા સેન્સર્સ પણ અવેલેબલ છે. જેની સાથે તમને સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, એક્કેલરોમીટર, ગીરો, પ્રોક્ઝિમિટી સેન્સર, કમ્પાસ જેવા ફીચર્સ મળે છે, જે ઓવરઓલ એક સારો યુઝર એક્સપીરિયન્સ પૂરો પાડે છે.
જો તમે નવો ફોન ખરીદવા જઈ રહ્યા છો, તો એકવાર MOTO G54 ચેક જરૂરથી કરજો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications