Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ ટિપ્સ ફોલો કરો અને બની જાવ પ્રોફેશન મોબાઈલ ફોટોગ્રાફર
મોબાઈલ ફોટોગ્રાફી એક એવી કળા છે, જે તમે ઓછા સમયમાં શીખી શકો છો, પરંતુ તેના માટે તમારી અંદર ક્રિએટિવિટી હોવી જરૂરી છે. મોબાઈલથી ફોટો તો દરેક વ્યક્તિ પાડી શકે છે, સોશિયલ મીડિયા પર શૅર પણ કરી શકે છે. પરંતુ જો એક ફોટોગ્રાફરની નજરથી જોઈએ તો દરેક ફોટો સોશિયલ મીડિયામાં શૅર કરવા લાયક નથી હોતી. તેનો એન્ગલ, કલર ઉપરાંત ફોટામાં એ દરેક ગુણ હોવો જોઈએ, જે તેને બીજા ફોટોથી અલગ બનાવે. જો કે, આવા ફોટો ખેંચવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરવી જરૂરી છે.
લાઈટ અને કમ્પોઝિશનને સમજો
એક સારો ફોટો પાડવા માટેનું પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું લાઈટ અને કમ્પોઝિશનને શમજવાનું છે. લાઈટ તમારા ફોટાનો મૂડ અને ઈમોશન નક્કી કરે છે. નેચરલ લાઈટમાં પાડેલો કોઈ પણ ફોટો બેસ્ટ મનાય છે. આ ઉપરાંત ફોનમાંથી ફોટો પાડતા સમયે સામે કઈ વસ્તુ છે, કઈ નથી રાખવી, તે પણ સબ્જેક્ટ જેટલું જ મહત્વનું છે.

યોગ્ય કેમેરા સેટિંગ રાખો
બીજું પગલું છે કે ફોનમાં યોગ્ય કેમેરા સેટિંગ સિલેક્ટ કરો. ISO, શટર સ્પીડ અને વ્હાઈટ બેલેન્સ જેવા ઓપ્શન તમારા ફોટોની ક્વોલિટી સારી બનાવે છે. દાખલા તરીકે ઓછા અજવાળામાં ISO વધારો અને શટર સ્પીડ ઘટાડવા જેવા ફીચર્સનો ઉપયોગ કરો.
ક્રિએટિવ એગલ
સારા ફોટોઝ લેવા માટે તમારે ક્રિએટિવ એન્ગલ લેવો પડશે. જુદા જુદા એન્ગલથી ફોટોઝ પાડો. નજીકથી ફ્રેમ બનાવો, વિચિત્ર પેટર્ન શોધો. તેનાથી તમારા ફોટોઝ બીજાથઈ જુદા પડશે.
લાઈટ અને પડછાયાનો ઉપયોગ
લાઈટ અને પડછાયાને સમજીને તેનો યોગ્ય ઉપયોગ અગત્યનો છે. લાઈટ તમારા ફોટાને ડેપ્થ આપે છે, જ્યારે પડછાયો સબ્જેક્ટને હાઈલાઈટ કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. કુદરતી લાઈટને જુદી જુદી રીતે ટ્રાય કરીને જુદા જુદા એન્ગલથી ફોટોઝ પાડો.
એડિટિંગ કરો
મોબાઈલમાં ફોટો પાડી લીધા પછી તેને એડિટ કરવા પણ જરૂરી છે. મોબાઈલ માટે જુદી જુદી ઘણી ફોટો એડિટિગં એપ્સ છે, જેના દ્વારા તમે કલર કરેક્શન જેવા સુધારા વધારા કરી શકો છો. સાથે જ ફોટોઝને ટ્રિમ કરી શકો છો, ફિલ્ટર લગાવી શકો છો. જો કે, વધારે પડતું એડિટિંગ ન કરવું જોઈએ. ફોટોને બને તેટલો નેચરલ રાખો.
આ ઉપરાંત હંમેશા તમારા ફોનના કેમેરાના લેન્સને સ્વચ્છ રાખો. નેચરલ અને પોટ્રેટ શોટ્સ પર ધ્યાન આપો. લાંબા એક્સપોઝર શોટ્સ માટે મોબાઈલ ટ્રાઈપેડનો ઉપયોગ કરો.
મોબાઈલ ફોટોગ્રાફી એક જબરજસ્ત દુનિયાની છે. આવી ટિપ્સ ફોલો કરીને તમે સારા ફોટોઝ લઈ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications