Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
10,000થી ઓછી કિંમતે મળે છે આ સ્માર્ટફોન્સ, જાણો લિસ્ટ
આજના સમયમાં બધા જ વર્ગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેને કારણે ટેક કંપનીઓ પણ બધી જ કેટેગરીમાં સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ભારતમાં ઘણા બધા યુઝર્સ એવા છે, જે 10,000થી ઓછી કિંમતમાં પોતાના પરિવાર માટે એક સારો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છે છે. આવા જ યુઝર્સ માટે માર્કેટમાં ઓલરેડી સ્માર્ટફોન અવેલેબલ છે. આજે આવા યુઝર્સ માટે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે માહિતી લાવ્યા છીએ, જેની કિંમત 10,000થી ઓછી છે, પરંતુ ફીચર્સ જબરજસ્ત છે. સાથે જ આ ફોનની ડિઝાઈન પણ આકર્ષક છે.

Samsung Galaxy F13
સૌથી પહેલા વાત કરીએ Samsung Galaxy F13 સ્માર્ટફોનની. આ ફોનની કિંમત માત્ર 9,699 રૂપિયા છે. જેમાં તમને 6.6 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં યુઝર્સને 50 મેગાપિક્સ, 5 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ એમ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. જ્યારે ફ્રંટ સાઈડ વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા અવેલેબલ છે. આ ફોનમાં 6000 mAhની લિથિયમ આયર્ન બેટરી છે. જ્યારે ફોનમાં Exynos 850 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ધરાવે છે, જેને 1 ટીબીના મેમરી કાર્ડ દ્વારા એક્સપાન્ડ કરી શકાય છે.
Poco C51
Poco C51 સ્માર્ટ ફોનની કિંમત પણ માત્ર 6,999 રૂપિયા છે. આ ફોનમાં યુઝર્સને 6.52 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટફોનમાં 5000 mAhની દમદાર બેટરી છે. Poco C51 ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ધરાવે છે, જેને પણ 1 ટીબીના મેમરી કાર્ડ દ્વારા એક્સપાન્ડ કરી શકાય છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં રિયરમાં 8 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટ અપ અને ફ્રંટ સાઈડ 5 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોનમાં હેલિયો જી36 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Redmi A1 Plus
હવે વાત કરીએ Redmi A1 Plus સ્માર્ટફોનની જેની કિંમત 6,599 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં 6.52 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. આ ફોન Mediatek Helio A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 5000 mAh ની દમદાર બેટરી ધરાવે છે. સાથે જ તેમાં 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળે છે, જેને 512 જીબી સુધીના મેમરી કાર્ડથી એક્સપાન્ડ પણ કરી શકાય છે.
Infinix SMART 7
આ લિસ્ટમાં સૌથી છેલ્લો સ્માર્ટફોન છે, Infinix SMART 7. Infinix SMART 7 આ ફોનની કિંમત 7,299 રૂપિયા છે. આ ફોનમાં યુઝર્સને 6.6 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Unisoc Spreadtrum SC9863A1 પ્રોસેસર મળે છે. જેમાં યુઝર્સને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળે છે. આ સ્ટોરેજ 2 ટીબી સુધી એક્સપાન્ડ પણ કરી શકાય છે. આ ફોનમાં રિયરમાં 13 મેગાપિક્સલનો AI Lens કેમેરા અને ફ્રંટ સાઈડ 5 મેગેપિક્સલનો કેમેરા આપવામં આવ્યો છે. આ ફોન 6000 mAHની દમદાર બેટરી ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications