એલજી જી6 સ્માર્ટફોન 10 માર્ચે લોન્ચ થઇ શકે છે.

થોડા દિવસ પહેલા આપણી પાસે એવી માહિતી આવી હતી કે એલજી જી6 સ્માર્ટફોન તેની રિલીઝ તારીખ પહેલા જ લોન્ચ થઇ શકે છે.

By Anuj Prajapati
|

થોડા દિવસ પહેલા આપણી પાસે એવી માહિતી આવી હતી કે એલજી જી6 સ્માર્ટફોન તેની રિલીઝ તારીખ પહેલા જ લોન્ચ થઇ શકે છે. વહેલા લોન્ચ માટે એવી માહિતી પણ આવી હતી કે સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનને જોરદાર ટક્કર આપવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. હાલમાં મળતા નવા રિપોર્ટ મુજબ એલજી જી6 સ્માર્ટફોન 10 માર્ચે લોન્ચ થઇ શકે છે.

એલજી જી6 સ્માર્ટફોન 10 માર્ચે લોન્ચ થઇ શકે છે.

એલજી જી6 સ્માર્ટફોન પહેલી વખત 26 ફેબ્રુઆરીએ શૉકેશ કરવામાં આવશે અને આઉટ ઓફ કોરિયા ઘ્વારા મળતા રિપોર્ટ મુજબ તેને 10 માર્ચથી શિપિંગ શરૂ કરી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ લોન્ચની તારીખ ખાલી ને ખાલી કોરિયા લોન્ચ માટે જ આપવામાં આવી છે. પરંતુ કોરિયામાં સ્માર્ટફોન શિપિંગ કર્યા પછી ખુબ જ જલ્દી તેને ગ્લોબલ માર્કેટમાં પણ લાવવામાં આવશે.

વર્ષ 2017 માં જોવાલાયક મોબાઈલ એપ ડેવલોપમેન્ટ ટ્રેન્ડ.

મળતી માહિતી મુજબ એલજી જી6 મોડ્યૂલર ડિઝાઇન સ્માર્ટફોન તેની સિમલેસ બોડીમાં આવી શકે છે. વાત જયારે ઇન્ટરનલની આવે છે ત્યારે હજુ સુધી તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. હાલમાં બધા જ લેટેસ્ટ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો એલજી જી6 પણ તેમાંથી બાકાત તો નહીં જ રહે. આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આવી શકે છે.

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં 5.3 ઇંચ ડિસ્પ્લે અને તેમાં એલઇડી ડિસ્પ્લેને બદલે ઓએલઈડી ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં સુધી કેમેરાની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં ચોક્કસ વધારે મેગાપિક્સલ કેમેરો વાપરવામાં આવશે. મળતી માહિતી મુજબ તેમાં આઈરીશ સ્કેનર મોડ્યુલ પણ વાપરવામાં આવશે.

આગળની અફવાહ મુજબ એલજી જી6 સ્માર્ટફોન નોન રિમુવેબલ બેટરી સાથે આવશે. હાલમાં મળતી લેટેસ્ટ અપડેટ મુજબ આ સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. બીજી માહિતી એ પણ મળી રહી છે કે આ સ્માર્ટફોન વોટરપ્રૂફ એડિશનમાં આવશે, જે પાણીમાં પણ બિલકુલ સુરક્ષિત રહેશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
LG"s upcoming flagship smartphone, the LG G6 is going to be launched earlier than usual to get a head start on Samsung Galaxy S8.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X