લાવા Z25 અને Z10, 4જી VoLTE સાથે લોન્ચ, કિંમત 9990 રૂપિયાથી શરૂ

Posted By: anuj prajapati

લાવા ઘ્વારા તેમના લેટેસ્ટ ઝેડ25 અને ઝેડ10 સ્માર્ટફોન લોન્ચ વિશે જાહેરાત કરી દેવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત 16,990 અને 9990 રૂપિયા રાખવામાં આવી છે.

લાવા Z25 અને Z10, 4જી VoLTE સાથે લોન્ચ, કિંમત 9990 રૂપિયાથી શરૂ

બંને સ્માર્ટફોન 4જી VoLTE સપોર્ટ કરે છે. ઝેડ25 સ્માર્ટફોન ગ્રે અને ચંપેન ગોલ્ડ કલર ઓપશનમાં ઉપલબ્ધ છે. જયારે ઝેડ10 સ્માર્ટફોન ગોલ્ડ કલર ઓપશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 23 માર્ચથી આવી ચુક્યો છે. બંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોન વિશે વિસ્તારથી માહિતી નીચે આપવામાં આવી છે.

લાવા ઝેડ25 સ્પેસ અને મેડીઓક્રે

લાવા ઝેડ25 સ્પેસ અને મેડીઓક્રે

લાવા ઝેડ25 સ્માર્ટફોનની કિંમત 16,990 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ એચડી 720 પિક્સલ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64 બીટ ઓક્ટાકોર પ્રોસેસર, 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં 3020mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

લાવા ઝેડ25 સ્માર્ટફોન ડીસન્ટ કેમેરા સાથે

લાવા ઝેડ25 સ્માર્ટફોન ડીસન્ટ કેમેરા સાથે

આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. બંને કેમેરા મોડ્યુલ એલઇડી ફ્લેશ લાઈટ સાથે આવ્યો છે.

એપલ ઘ્વારા નવો 9.7 ઇંચ આઇપેડ લોન્ચ કરવામાં આવ્યો, એપ્રિલમાં આવશે

ઝેડ10 લો એન્ડ સ્માર્ટફોન

ઝેડ10 લો એન્ડ સ્માર્ટફોન

ઝેડ10 સ્માર્ટફોન, ઝેડ25 સ્માર્ટફોનની સરખામણીમાં લો એન્ડ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચ એચડી 720 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં કવાડકોર પ્રોસેસર, 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં 2650mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

લાવા ઝેડ10 કેમેરા સેટઅપ

લાવા ઝેડ10 કેમેરા સેટઅપ

લાવા ઝેડ10 સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જયારે 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ઝેડ25 સ્માર્ટફોનની જેમ ઝેડ10 સ્માર્ટફોનમાં એલઇડી ફ્લેશ લાઈટ બંને કેમેરામાં આપવામાં આવી છે.

બંને 4જી VoLTE સપોર્ટ કરે છે

બંને 4જી VoLTE સપોર્ટ કરે છે

લાવા ઝેડ25 અને ઝેડ10 સ્માર્ટફોનમાં ઘણા કનેક્ટિવિટી ઓપશન આપવામાં આવ્યા છે. જેમાં 4જી VoLTE સપોર્ટ અને ડ્યુઅલ સિમ સપોર્ટનો પણ સમાવેશ થયા છે.

English summary
Lava Z25 and Lava Z10 smartphones have been launched in India with 4G VoLTE. These phones are priced at Rs. 16,990 and Rs. 9,990. Take a look at the details.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot