લાવા નો નવો ફોન મેટલ 24, કિંમત 2000 રૂપિયા

Posted By: anuj prajapati

લાવા આજે સ્માર્ટફોન માટે એક મોટી મલ્ટિનેશનલ કંપની બની ચુકી છે. લાવા કંપનીના જણાવ્યા અનુસાર બ્રાન્ડ ભારતમાં ખુબ જ ફેમસ બની ચુકી છે અને ખુબ જ ઝડપથી આગળ વધતી સ્માર્ટફોન કંપની બની રહી છે.

લાવા નો નવો ફોન મેટલ 24, કિંમત 2000 રૂપિયા

લાવા કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન લાવા મેટલ 24 લોન્ચ કરી દીધો છે. કંપનીનો નવો ફોન મેટલ સિરીઝમાં છે. ફોનની ખાસ વાત તેની મેટલ બોડી છે. તેની કિંમત કંપનીએ 2000 રૂપિયા રાખી છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવી રહ્યો છે. લાવા મેટલ 24 ફોન તમને રિટેલ સ્ટોર અને મલ્ટિબ્રાન્ડ આઉટલેટ પર મળી જશે. આ ફોન ગન મેટલ અને બ્લેક રંગમાં ઉપલબ્ધ છે.

એન્ડ્રોઇડ ની કહાની, કપકેક થી નોગૅટ સુધી, જાણો અહીં...

ફોનના ફીચર વિશે વાત કરવામાં આવે તો લાવા મેટલ 24 માં 2.4 ઇંચની સ્ક્રીન છે. તેમાં એમટીકે 6261 ડી પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 32 જીબી સુધીની મેમરી સપોર્ટ કરે છે.

લાવા નો નવો ફોન મેટલ 24, કિંમત 2000 રૂપિયા

આ ફોનમાં માઈક્રોએસડી સ્લોટ કાર્ડ આપવામાં આવ્યું છે. ફોનનો રિયલ કેમેરો 1.3 મેગાપિક્સલ નો છે. જે ફ્લેશલાઈટ સાથે આવી રહ્યો છે. આ ફોન વીડિયો રેકોર્ડિંગ અને ડિજિટલ ઝૂમ વિકલ્પ સાથે આવ્યો છે.

લાવા નો નવો ફોન મેટલ 24, કિંમત 2000 રૂપિયા

લાવા મેટલ 24 ફોનમાં 1000mAh ની લિઓન બેટરી આપવામાં આવી છે. તેમાં એફએમ અને 3.5એમએમ ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે. ફોનમાં કેટલીક ગેમ પહેલાથી જ આપવામાં આવી છે. તેમાં બ્લ્યુટૂથ પણ આપવામાં આવ્યું છે.

કંપની તરફથી આ ફોન 1 વર્ષની મેન્યુફેક્ચર વોરંટી સાથે આવી રહી છે અને સાથે સાથે 6 મહિનાની બોક્સ એસેસરીઝ વોરંટી જેમાં બેટરી, હેન્ડસેટ, ચાર્જર અને યુએસબી કેબલનો સમાવેશ થાય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Lava announces affordable Metal 24 feature phone at Rs 2,000.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot