Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
November મહિનામાં લોન્ચ થશે આ Smartphones, જાણો કિંમત-ફીચર્સ
સ્માર્ટફોન લવર્સ માટે નવેમ્બર મહિનો ખાસ સાબિત થવાનો છે. આ મહિનામાં ફેસ્ટિવ સિઝનને પગલે ઘણી સ્માર્ટફોન કંપનીઓ પોતાના નવા હેન્ડસેટ લોન્ચ કરી રહી છે. આ લિસ્ટમાં Vivo, IQOO, Lava અને Realme જેવી બ્રાન્ડ્ઝના ફોન સામેલ છે. તો ચાલો, તમને આ ફોનની કિંમતથી લઈને તેમાં મળનારી ખાસિયતો વિશે જણાવી દઈએ.

Lava Blaze 2 5G
Lava Blaze 2 5G સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં 2 નવેમ્બરના રોજ ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફોનનું ટીઝર પણ લોન્ચ થઈ ચૂક્યુ છે. જે બાદ ફોન વિશે કેટલાક લીક્સ પણ સામે આવી ચૂક્યા છે. જેમાં આ ફોનની બૉક્સી ડિઝાઈનની સાથે સર્ક્યુલર કેમેરા જોઈ શકાય છે. આ ફોનમાં મોડ્યુલ રિંગ LED લાઈટ આપવામાં આવી છે. આ ફોન MediaTek Dimensity 6020 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળશે. આ ફોનની કિંમત કંપની 9000થી લઈને 10000 રાખી શકે છે.
Oppo A2
Oppo A2 પણ આ મહિને 11 તારીખે લોન્ચ થવાનો છે. આ ફોન ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થાય તે પહેલા તેના પણ લીક્સ સામે આવી ચૂક્યા છે. જે મુજબ આ ફોન 7.99 mm જાડો અને 193 ગ્રામ વજનો છે. આ ઉપરાંત આ ફોનમાં 6.72 ઈંચની પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 90 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ ફોનમાં કંપની માડિયાટેક ડાયમેન્સિટી 6020 પ્રોસેસર આપી શકે છે. જેમાં તમને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મળી શકે છે. આ ફોન પણ ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ થશે, જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય અને 2 મેગાપિક્સલનો બીજો કેમેરા હશે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
iQOO 12 સિરીઝ
આ ફોન 7 નવેમ્બર ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થવાનો છે. આ લેબલ અંતર્ગ કંપની iQOO 12 અને iQOO 12 Pro એમ બે ફોન એક સાથે લોન્ચ કરશે. આ બંને ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર ધરાવતો હશે. સાથે જ ફોટોગ્રાફી માટે આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 64 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા હશે. આ ફોનની સૌથી ખાસ વાત તેની 120 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. જેનાથી ફોન એકદમ સ્પીડમાં ચાર્જ થશે.
Vivo X100 Series
Vivo X100 Series પણ 17 નવેમ્બરે લોન્ચ થવાનો છે. આ સિરીઝ અંતર્ગત કંપની Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro Plus લોન્ચ કરશે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ વીવોના આ ફોનમાં પેરિસ્કોપ ઝૂમ કેમેરા માટે નવો Vario APO Sonnar લેન્સ મળી શકે છે. X100 ફોનમાં ડાયમેન્સિટી 9300 પ્રોસેસરની આપવામાં આવી શકે છે. તો Pro Plusમાં સ્નેપડ્રેગન 8 જેન 3 SoC અને પ્રોમાં Snapdragon 8 Gen 1 પ્રોસેસર મળી શકે છે.
Realme GT 5 Pro
Realme GT 5 Pro પણ ચાલુ મહિને ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થઈ રહ્યો છે. આ ફોન રિયલમીનો નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન હશે, જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર મળશે. આ ઉપરાંત આ ફોનમાં 6.78 ઈંચની 1.5K કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે. તો ફોટોગ્રાફી માટે તેમાં 50 MPનો મુખ્ય કેમેરા, 50 MPન સેકન્ડરી કેમેરા અને 8 MPનો ત્રીજો કેમેરા મળી શકે છે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળી શકે છે. કંપનીએ આ હેન્ડસેટમાં પાવર આપવા માટે 5,400 mAhની બેટરી આપી છે, જે 100 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications