લાવા A77 4જી સ્માર્ટફોન 6099 રૂપિયામાં લોન્ચ

Posted By: anuj prajapati

લોકલ સ્માર્ટફોન મેન્યુફેક્ચર લાવા ઘ્વારા હાલમાં એક લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

લાવા A77 4જી સ્માર્ટફોન 6099 રૂપિયામાં લોન્ચ

લેટેસ્ટ લાવા એ77 4જી સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન કેટેગરીમાં આવે છે. આ સ્માર્ટફોનમાં ઉપયોગી એવા બધા જ ફીચર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનની કિંમત 6099 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ રિટેલર ઘ્વારા જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોન 4999 રૂપિયામાં પણ આવી શકે છે. લાવા એ77 સ્માર્ટફોન બ્લુ, ગોલ્ડ અને ગ્રે કલર ઓપશનમાં આવશે.

તો એક નજર કરો આ સ્માર્ટફોન માં આપવામાં આવેલા ફીચર પર

ડિસ્પ્લે, પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ

ડિસ્પ્લે, પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ

લાવા એ77 4જી સ્માર્ટફોનમાં 4.5 ઇંચ 800*480 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.3GHz કવાડકોર પ્રોસેસર અને 1 જીબી રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો.

કેમેરા અને બેટરી

કેમેરા અને બેટરી

આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો એલઇડી ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યો છે. હવે જો સ્માર્ટફોન બેટરી વિશે વાત કરવામાં આવે તો તેમાં 2000mAh રિમુવેબલ બેટરી આપવામાં આવી છે.

ગૂગલ પઝલ ચેલેન્જ ગેમ, જે તમારા દિમાગને સ્ટ્રોંગ બનાવશે

સોફ્ટવેર અને કનેક્ટિવિટી ઓપશન

સોફ્ટવેર અને કનેક્ટિવિટી ઓપશન

લાવા એ77 સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0 માર્શેમલો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. હવે જો તેમાં કનેક્ટિવિટી ઓપશન વિશે વાત કરવામાં આવે તો તેમાં 4G VoLTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.0 આપવામાં આવ્યું છે.

English summary
Lava A77 is a budget smartphone and it comes with essential features that will deliver simplified user experience.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot