Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google, OnePlus, Vivo સહિત આ ફોન ઓક્ટોબર મહિનામાં થશે લોન્ચ
જો તમે પણ જૂના ફોનથી બોર થઈ ચૂક્યા છો, અને નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ઓક્ટોબર મહિનો યોગ્ય સમય છે. આ મહિનામાં ગૂગલ, વન પ્લસ અને વીવો સહિત ઘણી જાણીતી બ્રાન્ડ્ઝ પોતાના નવા સ્માર્ટફોન્સ લોન્ચ કરવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ સ્માર્ટફોન અત્યાધુનિક કેમેરા સહિત દમદાર ફીચર્સથી સજ્જ છે. તો ચાલો, ઓક્ટોબર મહિનામાં લોન્ચ થનારા ટોપ મોસ્ટ ફોન્સી કિંમતથી લઈને તેની ખાસિયતો અંગે ડિટેઈલમાં જાણીએ.

Google Pixel 8 સિરીઝ
સૌથી પહેલા વાત કરીએ Googleની જે પોતાની નવી સિરીઝ Pixel 8ને 4 ઓક્ટોબરે લોન્ચ કરવાનું છે. આ સિરીઝ અંતર્ગત કંપની Pixel 8 અને Pixel 8 Pro એક સાથે લોન્ચ કરવાની છે, આ અંગેની બધી તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે. આ બંને હેન્ડસેટમાં Tensor G3 ચિપ અને એક નવો કેમેરા મળે તેવી શક્યતા છે. અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટફોનમાં નવી AI પાવર્ડ સોફ્ટવેર સુવિધા પણ મળશે. જેમાં ફેસ એડિટ કરવાથી લઈને વીડિયો બૂસ્ટ કરવાની ટેક્નોલોજી સામેલ હશે.
Vivo V29 સિરીઝ
સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો પણ 4 ઓક્ટોબરે પોતાનો નવો સ્માર્ટફોન V29 સિરીઝ લોન્ચ કરવાની છે. આ સિરીઝમાં કંપની કર્વી ડિસ્પ્લે અને 2x ટેલિફોટો લેન્સ ધરાવતો કેમેરા આપવાની છે. બેઝ મોડેલમાં ગ્લોબલ વેરિયંટ જેવો જ 6.78 ઈંચની Full HD+ (2800 x 1260 પિક્સલ) કર્વ્ડ AMOLED સ્ક્રીન મળવાની શક્યતા છે, જેનો રિફ્રેશ રેટ 120 Hz હોઈ શકે છે. આ સિરીઝમાં વીવો ક્વાલકોમ સ્નેપડ્રેગન 778g SoC પ્રોસેસર આપી શકે છે. આ ફોનમાં મેજેસ્ટિક રેડ સહિતના જુદા જુદા કલર ઓપ્શન પણ મળી શકે છે.
OnePlus Open
OnePlus Open એટલે કે વનપ્લસનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટ ફોન 19 ઓક્ટોબરના રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ આ ફોન ઓપ્પો ફાઈન્ડ એન2 પર આધારિત છે, જે ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 જેન 2 SoC પર કામ કરશે. આ ઉપરાંત વનપ્લસ ઓપનમાં પેરિસ્કોપ ઝૂમ લેન્સ પણ મળી શકે છે. ઓપન પેરિસ્કોપ ઝૂમ લેન્સ સાથે લોન્ચ થનારો વન પ્લસનો આ પહેલો સ્માર્ટફોન હશે.
OnePlus 11R
OnePlus ઓપનની સાથે સાથે OnePlus 11R પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનની એન્ટ્રી પણ ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે. જેમાં યુઝર્સને 18 જીબી રેમ અને 512 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળવાની શક્યતા છે. આ ફોનમાં રાઉન્ડ શેપનો કેમેરા સેટઅપ મળી શકે છે, જેની સાથે લેધર ફિનિશ પણ મળી શકે છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8+ Gen 1 SoC પર કામ કરે છે.
Samsung Galaxy S23 FE
કોરિયન ટેક કંપની સેમસંગ પણ આ મહિને પોતાનો Galaxy S23 FE સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ ફોન અંગેના ટીઝર પણ જાહેર કરી દીધા છે. સેમસંગ Galaxy S23 FEમાં 6.3 ઈંચની FHD+ OLED ડિસ્પ્લે મળશે. જે 120 Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 1 અને Exynos 2200 ચિપસેટ સામેલ હોઈ શકે છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications