Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
itelએ લોન્ચ કર્યો સૌથી સસ્ત ફ્લિપ ફોન, કિંમત માત્ર 2499 રૂપિયા
itel કંપનીએ ભારતમાં પોતાનો ફ્લિપ ફોન લોન્ચ કરી દીધો છે. આ ફોન itel Flip 1 નામથી લોન્ચ કરવામાં આવ્યો છે. જેને Flip it like a boss ટેગલાઈન સાથે લોન્ચ કરાયો છે. આ ફ્લિપ ફોનની બેક પેનલ પર શાનદાર લેધર ફિશનિંગ કરવામાં આવ્યું છે. જો કે આ ફોનની સૌથી અગત્યની અને આકર્ષક વાત એ છે કે તેની કિંમત 3000 રૂપિયા કરતા પણ ઓછી છે. આઈટેલનો આ એક એવો ફીચર ફ્લિપ ફોન છે, જેમાં તમને લેધર પ્રીમિયમ ડિઝાઈન, ટાઈપ સી ચાર્જિંગ અને બ્લૂટૂથ કૉલર જેવી ઘણી આધુનિક સુવિધાઓ મળે છે. ચાલો જાણીએ ફોન ક્યારથી અવેલેબલ થશે, તેની એક્ઝેટ કિંમત શું છે અને તેના ફીચર્ય કયા કયા છે.

itel Flip 1ની ભારતમાં કિંમત
કંપનીએ પોતાના સત્તાવાર એક્સ એટલે કે ટ્વિટર હેન્ડલ દ્વારા itel Flip 1 ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફોનની કિંમત માત્ર 2,499 રૂપિયા જ છે. બેક પેનલથી ભલે આ ફોન પ્રીમિયમ અને ફ્લિપ સ્માર્ટફોન લાગે, પરંતુ હકીકતમાં તો આ એક ફીચર કીપેડ ધરાવતો ફોન છે!
itel Flip 1ના સ્પેસિફિકેશન્સ
ફીચર્સની વાત કરીએ તો itel Flip 1 ફોનમાં 2.4 ઈંચની સ્ક્રીન મળે છે. ફોનની બેક સાઈડને લેધર ડિઝાઈન કરવામાં આવી છે. જ્યારે કીપેડ પર ગ્લાસ ડિઝાઈન જોવા મળે છે. આ ફોન બ્લૂટૂથને સપોર્ટ કરે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે મોબાઈલ ફોન લોન્ચ થયા ત્યારે શરૂઆતના વર્ષોમાં આ પ્રકારના ફ્લિપ ફોન જોવા મળતા હતા. હવે itel દ્વારા ફરી એકવાર આ જ જૂની ડિઝાઈનના ફોન લોન્ચ કરવામાં આવ્યા છે.
કેમેરા પણ છે
ફોટોગ્રાફી માટે આ કીપેડવાળા ફીચર ફોનમાં બેક સાઈડ કેમેરા પણ આપવામાં આવ્યો છે, જો કે આ કેમેરા VGA કેમેરા છે. જ્યારે ફોનમાં બેટરી પણ માત્ર 1,200 mAhની જ આપવામાં આવી છે, જેની સાથે તમને USB Type C ચાર્જિંગ સપોર્ટ મળે છે. કંપનીનો દાવો છે કે એકવાર ફોન ચાર્જ કરશો, એટલે તે 7 દિવસ સુધી કામ કરશે.
આમ તો આ ફોન હાલના સ્માર્ટફોનની સરખામણીએ સાવ સામાન્ય ફીચર્સ ધરાવે છે. પરંતુ જો તમને ફ્લિપ ફોન વાપરવાનો શોખ હોય અને બજેટ ઓછું હોય, તો તમે આ ફોન ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
