Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફેસ્ટિવ સેલમાં ખરીદેલો iPhone નકલી તો નથી ને, આ રીતે જાણો
Amazon અને Flipkart સહિત બધા જ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ફેસ્ટિવ સેલ ચાલી રહ્યા છે. આ સેલ દરમિયાન જુદી જુદી વસ્તુઓથી લઈને સ્માર્ટફોન દરેકમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં સસ્તો સ્માર્ટફોન ખરીદવા માટે લોકો ટાંપીને બેઠા હોય છે. જો તમે પણ આ ફેસ્ટિવ સેલમાં નવો ફોન ખાસ કરીને iPhone ખરીદી રહ્યા છો, કે ખરીદવાનું આયોજન કરી રહ્યા છો કે પછી ખરીદી લીધો છે, તો તમારે કેટલીક બાબતો ચેક કરવી ખાસ જરૂરી છે. કારણ કે ઘણીવાર અસલીના નામે નકલી ફોન પણ આવી જતો હોય છે.
ખાસ કરીને ફેસ્ટિવ સિઝન દરમિયાન ચાલતા સેલમાં આ વાત જોવા મળે છે. પણ તમે ખરીદેલો iPhone અસલી છે કે નકલી એ કેવી રીતે જાણશો? તો એના માટેની અગત્યની વાતો અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.

પ્રોડક્ટ ડિટેઈલ્સ ધ્યાનથી વાંચો
સેલમાં આઈફોન જ નહીં પરંતુ તમે જે પણ વસ્તુ ખરીદો તેની ડિટેઈલ્સ ધ્યાનથી વાંચવી જરૂરી છે. મોટા ભાગે લોકો એવું કરે છે કે વધારે ડિસ્કાઉન્ટની લાલચમાં ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેયઝ સેલ કે પછી એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ જેવા સેલમાંથી તરત જ ખરીદી કરે છે. પરંતુ આ યોગ્ય પ્રેક્ટિસ નથી. નવો આઈફોન ખરીદતા પહેલા તમારે તે કોણ વેચી રહ્યું છે, તે પણ જાણવું જોઈએ.
પેકેજિંગ ચેક કરો
અસલી અને નકલી આઈફોનનો ફરક જાણવાની સીધી રીત તેનું પેકેજિંગ છે. જો તમારો આઈફોન ખરાબ ક્વોલિટીના બોક્સમાં આવ્યો છે, જે ડોક્યુમેન્ટેશન તેમાં આપેલું છે, ત્યાં કોઈ જુદી કે ખોટી માહિતી છે, તો ચેતવા જેવું છે. કારણ કે નકલી આઈફોનના બોક્સની ક્વોલિટી અસલી જેવી નથી જ હોતી. આ ઉપરાંત તમારે બોક્સ પર લખેલી માહિતી પણ ધ્યાનથી વાંચવી જોઈએ. ઘણીવાર નકલીમાં બોક્સ પર લખેલી માહિતીમાં સ્પેલિંગ મિસ્ટેક હોય છે.
એક અન્ય વાત પણ છે, જે ચેક કરવી જરૂરી છે. નકલી આઈફોનના બોક્સ પર IMEI નંબર અને બીજી ડિટેઈલ્સ નથી લખેલી હોતી. જ્યારે અસલી પર બધું લખેલું હોય છે.
સોફ્ટવેર પણ ચેક કરો
ફેક આઈફોન ક્યારેય અસલી ઓએસ કે સોફ્ટવેર પર કામ નથી કરતો. એટલે નકલી આઈફોન વિશે જાણવા માટે તમારા ફોનના સોફ્ટવેરની માહિતી ચેક કરી લો. જો સોફ્ટવેરમાં કંઈક જુદુ કે નવું દેખાય છે, તો ચેતવા જેવું છે. શક્ય છે કે તમારો આઈફોન નકલી હોય.
સાઈટ પર ચેક કરો
એપલની સાઈટ પર જઈને પણ તમે આઈફોનની ડિટેઈલ્સ ચેક કરી શકો છો. Applied.apple.com પર જઈને તમારે એપલ આઈડીથી સાઈન ઈન કરવાનું છે અને IMEI નંબર ચેક કરવાનો છે. જો અહીં બધી જ ડિટેઈલ્સ બરાબર છે, તો તમારો આઈફોન અસલી છે. જો માહિતી સેમ નથી તો તમારો ફોન નકલી હોઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
