iQOO Neo 7 5G ભારતમાં થશે લોન્ચ, જાણો તારીખ અને ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

ભારતમાં રોજબરોજ કોઈને કોઈ કંપની નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. એવામાં હવે iQOO Neo 7 5G નામનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જી હાં, કંપની iQOO Neo 7 5G નામથી એક નવો મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ પોતાના આ નવા સ્માર્ટફોનને લોન્ચ કરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે, જે મુજબ આગામી મહિને ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ થઈ જશે. તમને જણાવી દઈએ કે iQOO Neo 7 5G હાઈ રિફ્રેશ રેટ ધરાવતી AMOLED ડિસ્પ્લે અને મીડિયાટેક ડાયમેન્સિટી 8200 ચિપસેટ સાથે આવશે.

iQOO Neo 7 5G ભારતમાં થશે લોન્ચ, જાણો તારીખ અને ડિટેઈલ્સ

iQOO Neo 7 5Gના સ્પેસિફિકેશન્સ

iQOO Neo 7 5G એ iQOO Neo 7 SE ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ થવાની શક્યતા છે. આ સ્માર્ટફોન હજી કેટલાક દિવસો પહેલા જ લોન્ચ થયો હતો. iQOO Neo 7 SE FHD+ રિફ્રેશ રેટ અને હાઈ ટચ સેમ્પલિંગ રેટિંગ સાથે અમોલ્ડ ડિસ્પ્લે ધરાવે છે. આ ડિવાઈસમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

iQOO Neo 7 SEમાં G610 GPUની સાથે 4NM મીડિયાટેક ડાયમેન્સિટી 8,200 SOC પર કામ કરે છે. સાથે જ આ ફોનમાં 16 જીબી સુધી LPDDR5 રેમ અને 512 GB UFS 3.1 ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

iQOO Neo 7 5Gનો કેમેરા અને બેટરી

iQOO Neo 7 5Gમાં 64 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર કેમેરા એમ ટ્રિપલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોનના 64 મેગાપિક્સલના મુખ્ય કેમેરામાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન પણ આપવામાં આવ્યું છે. જ્યારે ફ્રંટ સાઈડ કંપની 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપી રહી છે.

બેટરીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમં 5000 mAhની ડ્યુઅલ સેલ બેટરી આપવામાં આવી છે, જે 120 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. iQOO Neo 7 5G એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ આઉટ ઓફ ધી બોક્સ સાથે લોન્ચ થશે. જેમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.2, વાઈ-ફાઈ, જીપીએસ, NFC અને 5Gની સુવિધા મળે છે.

iQOO Neo 7 5Gની લોન્ચ ડેટ અને કિંમત

અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે iQOO Neo 7 5G ભારતમાં 16 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થવાનો છે. આ સ્માર્ટ ફોન યુઝર્સને જુદા જુદા રેમ અને સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ થશે. ગત વર્ષે iQOO Neo 6 5G લોન્ચ થયો હતો, આ સ્માર્ટ ફોન તેની જગ્યા લેશે. iQOO Neo 6 5G એક મિડ રેન્જ સ્માર્ટફોન હતો. કિંમતની વાત કરીએ તો હજી સુધી ન તો કંપનીએ આ સ્માર્ટ ફોનની કિંમત જાહેર કરી છે, ન તો કોઈ લીક સામે આવ્યું છે. પરંતુ નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ સ્માર્ટ ફોન 30,000 રૂપિયાની આસપાસની કિંમતે લોન્ચ થઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
iQOO Neo 7 Will Launch in India Soon Know Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X