Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iQOO 13 ના લોન્ચ પહેલા iQOO 12ની કિંમતમાં જબરજસ્ત ઘટાડો, જાણો ડિટેઈલ્સ
iQOO કંપની ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, આ અપકમિંગ સ્માર્ટફોનનું નામ iQOO 13 છે. પરંતુ આ ફોન લોન્ચ થતા પહેલા જ iQOO 12ની કિંમતમાં જબરજસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. જી હાં, iQOO 12 એકદમ સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે. ચાલો જાણીએ કે આ ડિવાઈસ તમને કેટલા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે.

iQOO 12 પર હજારો રૂપિયાની બચત
એમેઝોન પર iQOO 12ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત માત્ર 52,999 રૂપિયા થઈ ગઈ છે. આ કિંમત પર આ ફોન ખરીદવાનો આ ગોલ્ડન ચાન્સ છે. કારણ કે પહેલા આ ફોનની કિંમત 59,999 રૂપિયા હતી. આ ઉપરાંત તમે આ ફોન પર અન્ય કેટલીક ઓફર્સનો પણ લાભ મેળવી શકો છો.
આ ફોન પર તમને બેન્ક ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે, જેન કારણે તમે બીજું 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવીને પૈસા બચાવી શકો છો. આ ડિસ્કાઉન્ટ મળ્યા બાદ ફોનની કિંમત ઘટીને માત્ર 49,999 રૂપિયા થઈ જશે.
સાથે જ iQOO 12 પર તમને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળી રહ્યો છે. એટલે કે તમે જૂનો ફોન બદલીને તેની સામે એક્સચેન્જ બોનસ મેળવીને નવા પોનની કિંમત હજી ઓછી કરી શકો છો. જો કે એક્સચેન્જ ઓફર અંતર્ગત તમને કેટલી કિંમત મળશે, તે તમારા જૂના ફોનની કંડીશન પર આધાર રાખે છે.
iQOO 12ના ફીચર્સ
iQOO 12માં 6.78 ઈંચની LTPO AMOLED ડિસ્પ્લે મળે છે, જે 144 હર્ટ્ઝના રિફ્રેશ રેટ અને 1200 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ ધરાવે છે. તેમાં 3000 નીટ્સ સુધીની પીક બ્રાઈટનેસ અને 2160 હર્ટ્ઝ પલ્સ વિડ્થ મોડ્યુલેશનને સપોર્ટ મળે છે.
આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ પર કામ કરે છે. આ ફોનમાં 16 જીબી સુધીની LPDDR5X રેમ અને 512 જીબી સુધીનું UFS 4.0 સ્ટોરેજ મળે છે. થર્મલ મેનેજમેન્ટ માટે તેમાં 4 કૂલિંગ ઝોનની સાથે સાથે સાથે 6,010 સ્કવેર મિમીનું વેપર ચેમ્પર પણ છે.
આ ફોનમાં 120 વૉટ ફ્લેશચાર્જ સપોર્ટ ધરાવતી 5,000 mAhની બેટરી મળે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ત્રણ કેમેરા મળે છે, જેમાં f/1.7 અપાર્ચર ધરાવતો 1/1.3 ઈંચ ઓમ્નીવિઝન OV50H સેન્સર ધરાવતો 50 MPનો પ્રાઈમરી કેમેરા, 120 ડિગ્રી ફિલ્ડ ઓપ વ્યૂ અને F/2.0 અપાર્ચર ધરાવતો 50 MPનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા અને 3X ઓપ્ટિકલ ઝૂમ, 100X હાઈબ્રિડ ઝૂમ અને F/2.6 અપાર્ચર ધરાવતો 64 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનમાં 15 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા સામેલ છે.
આ ફોન IP64 રેટિંગથી સજ્જ છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4T LTE, Wi Fi 7, Bluetooth 5.4, GPS, NFC, USB 2.0 Type C પોર્ટ સામેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications