iQOO 12 5G ભારતમાં લોન્ચ, આ બાબતોમાં ખાસ છે ફોન

By Gizbot Bureau
|

મોબાઈલ યુઝર્સ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે iQOO 12 5g સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે. iQOO એ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં કંપનીએ ક્વાલકોમનું લેટેસ્ટ ચિપસેટ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર આપ્યું છે. ભારતમાં આ પ્રોસેસર સાથે લોન્ચ થનારો આ પહેલો સ્માર્ટપોન છે. હાલ આ હેન્ડસેટ બે વેરિયંટમાં અવેલેબલ છે. iQOO પોતાના આ નવા ફોનનું વેચાણ 14 ડિસેમ્બરતી શરૂ કરવાની છે.

iQOO 12 5G ભારતમાં લોન્ચ, આ બાબતોમાં ખાસ છે ફોન

iQOO 12 5gની કિંમત અને ઓફર્સ

iQOO 12 5gના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 52,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંત 57,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનનું વેચાણ 14 ડિસેમ્બરથી શરૂ થશે. જેને તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ અથવા તો એમેઝોન પરથી ખરીદી શક્શો. જો યુઝર્સ HDFC બેન્ક અથવા ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ખરીદી કરશે, તો 3000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જે બાદ 12 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની કિંમત 49,999 રૂપિયા થઈ જાય છે.

iQOO 12 5Gના ફીચર્સ

iQOO 12 5gમાં યુઝર્સને 6.78 ઈંચ LTPO AMOLED ડિસ્પ્લે મળી રહી છે. આ સ્ક્રીન 1.5k રિઝોલ્યુશન, 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1400 નિટ્સ પીક બ્રાઈટનેસ ધરાવે છે. આ ફોનમાં ન્યૂ Wet Touch Technologyનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે જો તમારા હાથ ભીના પણ છે, તો પણ તમે ડિસ્પ્લે પર સ્મૂથલી ટચ પેડનો ઉપયોગ કરી શક્શો. આ ફોનમાં કંપનીએ એલ્યુમિનિયમ ફ્રેમનો ઉપયોગ કર્યો છે, તો બૅક પેનલ પર ગ્લાસ આપવામાં આવ્યો છે. iQOO 12 5g એન્ડ્રોઈડ 14 પર આધારિત Funtouch OS 14 પર કામ કરશે.

iQOO 12 5gમાં મળે છે બેસ્ટ કેમેરા સેટઅપ

કેમેરાની વત કરીએ તો આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા મળે છે. જેનો પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, જે f/1.3 aperture ધરાવે છે. જ્યારે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ સેન્સર પણ છે, જે f/2.67 અપાર્ચર ધરાવે છે. આ ઉપરાંત આ ફોનમાં 64 મેગાપિક્સલનો 3x પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ મળસે, જે f/2.57 અપાર્ચર ધરાવે છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે.

આ ડિવાઈસમાં કંપનીએ 5000 mAhની બેટરી આપી છે, જે 120 Wના ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં કંપનીએ ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ અને 4 સિક્યોરિટી અપડેટ્સ આપવાનો વાયદો કર્યો છે.

Best Mobiles in India

English summary
iQOO 12 5g launched in india know price and camera specifications

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X