Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરપોર્ટ પર સામાન ખોવાઈ જવાનું ટેન્શન હવે નહીં, iPhone શોધી આપશે સામાન
હવે એરપોર્ટ પર તમારો સામાન ખોવાઈ જવાની સમસ્યાનો અંત આવી જશે. એપલે પોતાના યુઝર્સની સુવિધા માટે Find My Network ફીચરમાં એક નવી અપડેટ આપી છે. આ ફીચરનું નામ છે, Share Item Location. જે યુઝર્સને મિસપ્લેસ્ડ અને ખોવાયેલી વસ્તુઓ શોધીને પાછી મેળવવામાં મદદ કરશે.
આ ફીચર હવે યુઝર્સને AirTag અથવા તો Find My Network એક્સેસરીઝનું લોકેશન લાઈન્સ જેવી થર્ડ પાર્ટી સાથે પણ શૅર કરવાની સુવિધા આપી રહ્યું છે. આ ફીચર હાલ તો iOS 18.2 પબ્લિક બીટાના ભાગ તરીકે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ iPhone Xs અને તેના બાદના વર્ઝનમાં એક ફ્રી સોફ્ટવેર અપડેટ તરીકે આખા વિશ્વના યુઝર્સ માટે અવેલેબલ થશે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરશે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?
યુઝર પોતાના iPhone, iPad અથવા Mac પર ફાઈન્ડ માય એપનો ઉપયોગ કરીને કોઈ પણ આઈટમનું લોકેશન શૅર કરી શકે છે. જ્યારે યુઝર્સ કોઈને લિંક મોકલે છે, તો તે વ્યક્તિ ઈઝી ટુ યુઝ મેપ પર પોતાની વસ્તુનું લોકેશન ચેક કરી શક્શે. જ્યારે પણ આ વસ્તુ મૂવ થશે, તો મેપમાં પણ અપડેટ થશે. સાથે જ મેપ પર લોકેશન છેલ્લે ક્યારે અપડેટ થયું હતું, તે પણ દર્શાવવામાં આવશે.
એકવાર યુઝરને પોતાની વસ્તુ ફરીથી મળી જશે કે તરત જ શૅર કરેલું લોકેશન પણ બંધ થઈ જશે. આ ઉપરાંત યુઝર પોતાની રીતે તો લોકેશન શૅર કરવાનું બંધ કરી જ શકે છે. શૅર કરેલી લિંક સાત દિવસ બાદ ઓટોમેટિક કામ કરવાનું બંધ કરી દેશે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે રિસિપિન્ટે પ્રૂફ આપવું પડશે. એટલે કે તેમણે એપલ અકાઉન્ટ કે પછી એરલાઈન્સ તરફથી આવલેા મેલ દ્વારા પોતાની ઓળખ સાબિત કરવી પડશે.
15થી વધુ એરલાઈન યુઝ કરશે આ સુવિધા
આગામી મહિનાઓમાં આખા વિશ્વમાં લાખો મુસાફરોને સર્વિસ આપનારી 15થી વધુ એરલાઈન્સ ખોવાયેલો સામાન શોધવામાં કે પછી મોડો પડેલો સામાન શોધવા માટે એપલના ફાઈન્ડ માય ફીચરનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. આ લિસ્ટમાં એર લિંગસ, એર કેનેડા, બ્રિટિશ એરવેઝ, ડેલ્ટા એરલાઈન્સ જેવી જાણીતી એરલાઈન્સ પણ સામેલ છે. ભવિષ્યમાં વધુ એરલાઈન્સ પણ તેમાં ઉમેરાશે.
આ ઉપરાંત SITA કે જે હવાઈ મુસાફરીની ટેક્નોલોજીમાં નિષ્ણાત મનાય છે, તે કંપની લગેજ ટ્રેકિંગ ફીચરને WorldTracerમાં ઈન્ટીગ્રેટ કરશે. આ એક એવી સિસ્ટમ છે, જેનો ઉપયોગ આખા વિશ્વમાં 2,800 એરપોર્ટ પર 500થી વધુ એરલાઈન્સ અને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા અગાઉથી જ કરાઈ રહ્યો છે. આ ઈમ્પ્રૂવમેન્ટનો ઉદ્દેશ્ય ખોવાઈ ગયેલા સામાનને ટ્રેક કરી તેને પાછો મેળવવાનો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications