Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone યુઝર્સે ન કરતા આ ભૂલ, નહીં તો જઈ શકે છે જીવ
એપલ ભારતની સાથે સાથે વિશ્વભરમાં પોતાની પ્રોડક્ટ્ અને સર્વિસ માટે જાણીતી છે. કંપની હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે તેના યુઝર્સને એકદમ ટોપ ક્લાસનો એક્સપીરિયન્સ મળે. એટલે એપલ હંમેશા કોઈને કોઈ વાત લઈને પોતાના યુઝર્સને માહિતી આપતી રહે છે.
તાજેતરમાં જ એપલે પોતાના યુઝર્સ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એપલના આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે એપલ યુઝર્સે પોતાના તમામ ડિવાઈસ માટે લાઈસન્સ્ડ એક્સેસરીઝ એટલે કે ઓરિજિનલ એક્સેસરીઝનો જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે કોઈ ડુપ્લીકેટ એક્સેસરીઝનો ઉપયોગ કરી રહ્યા છો, તો આવી એક્સેસરીઝ વધુ પડતી ગરમીને કારણે ખરાબ થઈ શકે છે. જેને કારણે તમારા ફોનમાં આગ પણ લાગવાની શક્યતા રહે છે.

યુઝર્સ નથી આપતા ધ્યાન
એપલની આટલી ચેતવણીઓ છતાંય યુઝર્સ આવી અગત્યની બાબતોને અવગણે છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે એપલ પોતાના ફોનની સાથે ચાર્જર નથી આપતી. ચાર્જર અલગથી ખરીદવું પડે છે. એટલે યુઝર્સ એપલનું સત્તાવાર ચાર્જર ખરીદવાના બદલે અન્ય સસ્તા ચાર્જરથી કામ ચલાવે છે. પરંતુ આવા ચાર્જર કે હેડફોન્સ કે અન્ય એક્સેસરીઝ ઉતરતી ક્વોલિટીના હોવાની શક્યતા છે. આવી સ્થિતિમાં યુઝર્સે કોઈ દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે છે. કેટલીકવાર આવી દુર્ઘટનાઓ જીવલેણ પણ સાબિત થતી હોય છે.
તાજેતરમાં જ એક યુઝરે શૅર કર્યો હતો કિસ્સો
તાજેતરમાં જ એક આઈફોન યુઝરે રેડઈટ પર એ વાતની માહિતી શૅર કરી હતી, કે ખરાબ ક્વોલિટીના કેબલનો ઉપયોગ કરવાને કારણે તેને ખૂબ મોટું નુક્સાન થયું છે. NoisilyMarvellous નામના યુઝરે રેડઈટ પર શૅર કરેલી માહિતી પ્રમાણે તેણે પોતાના iPhone 15 Pro Maxમાં રોડસાઈડ કેબલનો ઉપયોગ ચાર્જિંગ માટે કર્યો હતો. પરંતુ આ રોડસાઈડ કેબલ ઓગળી ગયો અને તેનો ફોન પણ ખરાબ થઈ ગયો. પરિણામે યુઝરે નવો આઈફોન ખરીદવાનો વારો આવ્યો. થોડાક પૈસા બચાવવા જતા લાખોનું નુક્સાન થઈ ગયું. આ યુઝરના કહેવા પ્રમાણે કેબલ એટલો ગરમ થઈ ગયો હતો કે ફોનની સાથે સાથે તેને પકડતા સમયે તેના હાથ પણ દાઝી ગયા. આટલુંજ નહીં પરંતુ ફોનના ચાર્જિંગ સોકેટની સાથે યુએસબી સી પોર્ટનો મેટલવાળો હિસ્સો પણ ચીપકી ગયો હતો.
હવે જરા વિચાર કરો કે આ કેબલના કારણે જો યુઝરના હાથમાં ફોન ફાટ્યો હોત તો શું થાત? જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આવી કોઈ દુર્ઘટના ન થાય તો એપલના કહેવા પ્રમાણે તમારે ફોન સાથે લાઈસન્સ્ડ એક્સેસરીઝનો જ ઉપયોગ કરવો જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications