Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone યુઝર્સને મજા જ મજા, હવે હાથ અડાડ્યા વગર રીલ્સ થશે સ્ક્રોલ
Instagramનો ઉપયોગ આજકાલ દરેક સ્માર્ટફોન યુઝર કરે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ સૌથી વધારે રીલ્સ જોવા માટે કરવામાં આ છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે આપણએ રીલ્સ જોતા જોતા બીજા કામ કરતા હોઈએ છીએ, અથવા બીજા કામ કરતા કરતા રીલ્સ જોતા હોઈએ છીએ. આવામાં રીલ્સ સ્ક્રોલ કરવા માટે હાથ નવરા નથી હોતા.
આજે અમે તમને iPhone યુઝર્સ માટેની એક શાનદાર રીત જણાવી રહ્યા છીએ, જેને તમે ફોલો કરીને તમારા હાથનો ઉપયોગ કરવા વગર રીલ્સ સ્ક્રોલ કરી શક્શો. ઉલ્લેખનીય છે કે આ ફીચર એન્ડ્રોઈડ ડિવાઈસ યુઝર્સ માટે પહેલા જ ઉપલબ્ધ છે, હવે આઈફોન યુઝર્સ આ સુવિધાનો લાભ લઈ શકે છે.

આઈફોન યુઝર્સને મજા જ મજા
ઘણા લાંબા સમય પછી એપલે પોતાના iOS 18 અપડેટમાં ખાસ ફીચર્સ આપ્યા છે. કંપનીએ હવે પોતાના ફોનમાં જેસ્ચર અને વોઈસ કંટ્રોલ જેવા ફીચર્સ આપવાની શરૂઆત કરી છે. iPhone યુઝર્સ બંને ફીચર્સના કોમ્બિનેશન દ્વારા રીલ્સ અને શોર્ટ્સને માત્ર અવાજથી સ્ક્રોલ કરી શકે છે.
કેવી રીતે આ ફીચર કરશો અનેબલ?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ડિવાઈસના સેટિંગ્સમાં જાવ અને એક્સેસિબિલિટી પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે વોઈસ કંટ્રોલ પર ટેપ કરો અને તેને ઓન કરો.
સ્ટેપ 3: વોઈસ કંરોલ અનેબલ કર્યા બાદ તમે અપ એન્ડ ડાઉન સ્ક્રોલ કરવા જેવા કમાન્ડનો ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 4: તમે તમારી સ્ક્રીનમાં ટોપ પર રહેલા બ્લૂ આઈકન દ્વારા એ ચેક કરી શકો છો કે વોઈસ કંટ્રોલ એક્ટિવ છે કે નહીં.
iPhoneમાં કસ્ટમ જેસ્ચર ફીચર આ રીતે ઓન કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા સેટિંગ્સ મેન્યુમાં જાવ અને પછી એક્સિસિબિલિટી પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે અહીંથી વોઈસ કંટ્રોલને ટોગલ કરો
સ્ટેપ 3: હવે વોઈસ કંટ્રોલની અંદર કમાન્ડ પર ક્લિક કરો. બાદમાં કસ્ટમ પર ક્લિક કરીને ન્યૂ કમાન્ડ બનાવવાના ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 4: 3 ઓપ્શન ટેક્સ્ટ નાખો, કસ્ટમ જેસ્ચર ચાલુ કરો અથવા શોર્ટકટ વાપરોમાંથી એક સિલેક્ટ કરો.
સ્ટેપ 5: હવે એક કસ્ટમ જેસ્ચર ઓપન કરો અને તે કઈ એપ માટે કામ કરશે, તેમાં ઈન્સ્ટાગ્રામ એપ સિલેક્ટ કરો.
બસ આટલું સેટિંગ કરતાની સાથે જ તમે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બોલવાથી સ્ક્રોલ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications