Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
September મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, iPhone 16થી લઈ સસ્તા ફ્લિપ ફોન પણ છે સામેલ
ઓગસ્ટ 2024માં ઘણા નવા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે, અને આ ટ્રેન્ડ સપ્ટેમ્બર મહિનામાં પણ યથાવત્ રહેવાનો છે. ભારતમાં શરૂ થયેલી ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને મોબાઈલ કંપનીઓ ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જેને પગલે સપ્ટેમ્બર મહિનામાં ઘણા નવા ફોન લોન્ચ થવાના છે. આ લિસ્ટમાં iPhone 16 સિરીઝથી લઈને ટેક્નોના ફોલ્ડેબલ ફોન પણ સામેલ છે.

iPhone 16 Series
એપલની અપકમિંગ સિરીઝ 9 સપ્ટેમ્બરે ભારત સહિત આખા વિશ્વમાં લોન્ચ થશે. ટેક જાયન્ટ કંપનીએ આ ઈવેન્ટ કેલિફોર્નિયાના એપલ પાર્કમાં સવારે 10 વાગ્યે એટલે કે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે આયોજિત કરી છે. આ ઈવેન્ટ દરમિયાન કંપની iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરશે. આ ઈવેન્ટમાં એરપોડ્સ સહિત બીજા કેટલાક ડિવાઈસ પણ લોન્ચ થવાની શક્યતા છે.
Mi Mix Flip
શાઓમી પણ સપ્ટેમ્બર મહિનામાં Mi Mix Flip ફોન લોન્ચ કરી શકે છે. ચાલુ મહિનાના બીજા અઠવાડિયામાં આ ફોન લોન્ચ થવાની શક્યતા છે. જેમાં કંપની Snapdragon 8 Gen 3 ચિપસેટ આપી રહી છે. જેમાં 50 MPનો પ્રાઈમરી કેમેરા અને 4,780 mAh બેટરી મળી શકે છે.
Motorola Razr 50
Motorola Razr 50 ફોન સપ્ટેમ્બર મહિનામાં આઈફોનની જોડે જ એટલે કે 9 સપ્ટેમ્બરે લોન્ચ થવાનો છે. આ ફોનના મોટાભાગના સ્પેસિફિકેશન્સ કંપનીએ જાહેર કરી દીધા છે. કંપનીનું કહેવું છે કે આ સેગમેન્ટમાં આ ફોન સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો હશે. સાથે જ તેમાં MediaTek Dimensity 7300X SoC પ્રોસેસર મળશે.
Tecno Phantom V Fold 2
ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં ટેક્નો પણ કમાલ કરવા જઈ રહી છે. કંપનીએ આ મહિને વધુ એક ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Tecno Phantom V Fold 2 બે કલર ઓપ્શનમાં લોન્ચ થવાનો છે. જેમાં mediatek Dimention 9000+ ચિપસેટ હશે.
Samsung Galaxy S24 FE
Samsung Galaxy S24 FE ફેન એડિશન માટે યુઝર્સે આ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. લોન્ચ પહેલા આ ફોન ઘણી સર્ટિફિકેશન વેબસાઈટ પર જોવા મળ્યો છે, જ્યાં તેના મોટા ભાગના સ્પેસિફિકેશન્સ ઓલરેડી જાહેર થઈ ચૂક્યા છે. કંપની Samsung Galaxy A16 પર પણ કામ કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications