Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneનું સ્ટોરેજ થઈ જાય છે ફૂલ તો આ રીતે ડુપ્લીકેટ ફોટો હટાવી જગ્યા કરો
આપણને બધાને ફોટો પાડવાનો શોખ હોય છે, અને એમાંય મોબાઈલમાં કેમેરા આવ્યા પછી ફોટોઝ પાડવા સાવ સામાન્ય બની ગયા છે. આપણે બધા જ નાની નાની વાતોએ પણ ફોનમાં ફોટોઝ કેપ્ચર કરીએ છીએ, જેથી તે યાદો તરીકે આપણી સાથે રહે. આ ફોટોઝ આપણને ભવિષ્યમાં સુંદર સમયને યાદ કરાવે છે. કોઈકવાર ખાસ પળો યાદ કરવી એ ખાસ અનુભવ પણ બની જાય છે.
જો કે ઘણીવાર એવું પણ થાય છે કે એક સારો ફોટો પાડવાની કોશિશમાં આપણે ઘણા બધા એવા ફોટોઝ કેપ્ચર કરીએ છીએ, જે બિનજરૂરી હોય, કે પછી સેમ ટુ સેમ હોય. બાદમાં આવા ફોટોઝ આપણે ડિલીટ કરવાના ભૂલી જઈએ છીએ. જેની અસર આપણને iPhone કે Cloudના સ્ટોરેજમાં જોવા મળે છે, જેમાં ઘણા બધા ડુપ્લીકેટ ફોટોઝ આપણી જરૂરી સ્પેસ રોકી લે છે.

જો તમારી પાસે iOS 16 કે તેના પછીનું વર્ઝન છે, તો તમે iPhoneમાં આ સમસ્યા દૂર કરવા માટે સાવ સરળ કામ કરી શકો છો. એપલે 2022માં Duplicate Detection નામનું ફીચર આપ્યું હતું, જે તેના નામની જેમ જ કામ કરે છે. આ ટૂલ AIનો ઉપયોગ કરીને ફોનમાં રહેલી એક જેવી ઈમેજિસને ઓળખી લે છે અને તેમને ફોટો એપમાં સરળતાથી સેગ્રિગેટ કરે છે. જેનાથી તમે ફટાફટ એક સાથે આવી ઈમેજિસ જોઈને બિનજરૂરી કે એક જ જેવી ઈમેજિસ ડિલીટ કરી શકો.
આના માટે તમારે નીચે આપેલી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરવાની છે, પરંતુ તેના પહેલા iCould Syncing ટર્ન ઓન કરો.
હવે તમારા સ્ટોરેજમાંથી સ્પેસ ખાલી કરવા માટે આઈફોનના બિલ્ટ ઈન ૂલનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા iPhoneમાં ફોટો એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે સ્ક્રીનની નીચે આલ્બમ ટેબ પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે યુટિલિટીઝ સેક્શન સુધી સ્ક્રોલ કરો અને ડુપ્લીકેટ પર ટેપ કરો. અહીં તમને તમારા ફોનમાં રહેલા બધા જ ડુપ્લીકેટ ફોટોઝ એક સાથે જોવા મળશે. તમે તેમને એક સાથે જ રિમૂવ કરી શકો છો, અથવા બીજે ખસેડી શકો છો.
સ્ટેપ 4: હવે નેક્સ્ટ ઓપ્શન માટે ઉપરની બાજુ રાઈટ કોર્નરમાં સિલેક્ટ પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે તમારા ફોને જે પણ ડુપ્લીકેટ ભેગા કર્યા છે, તેમને મર્જ કરી તેમને મર્જ કરીને એક સાથે ડિલીટ કરવા માટે સિલેક્ટ ઓલ પર ટેપ કરો.
સ્ટેપ 6: જો તમારે ડુપ્લીકેટ ફોટોઝને એક એક કરીને ડિલીટ કરવા છે, તો ઉપરની બાજુ સ્ક્રોલ કરો અને ડુપ્લીકેટ ફોટોઝને સિલેક્ટ કરેલા ઓપ્શનથી મર્જ પર ક્લિક કરો. હવે ડુપ્લીકેટ ફોટોઝ ડિલીટ કરવા માટે મર્જ કૉપી પર ક્લિક કરો. લાઈક માટે નીચેની તરફ જાવ અને બધા જ ડુપ્લીકેટ ફોટોઝ જેને તમે ડિલીટ કરવા ઈચ્છો છો, તેના માટે આ સ્ટેપ ફોલો કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications