Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone ચોરાઈ જાય તો પણ આ ફીચર બચાવશે તમારો ડેટા
દરેક વ્યક્તિ માટે ફોન ખૂબ અગત્યનો છે. જો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો પૈસાનું તો નુક્સાન થાય જ છે, સાથે જ તમારો અગત્યનો ડેટા પણ કોઈ અજાણી વ્યક્તિના હાથમાં જતો રહે છે. જો વળી ફોન આઈફોન હોય તો આર્થિક નુક્સાન વધુ મોટું થઈ જાય છે. સાથે જ ચોરનાર વ્યક્તિ તમારા બધા જ પાસકોડ પણ જોઈ શકે છે, તમારું એપલ આઈડી પણ લૉક કરી શકે છે. યુઝર્સને આવી પરિસ્થિતિથી બચાવવા માટે એપલે ખાસ નવું ફીચર લોન્ચ કર્યું છે. iOS 17.3ના બીટા વર્ઝનમાં સ્ટોલન ડિવાઈસ પ્રોટેક્શન નામનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર ઓન કરતા જ જ્યારે પણ તમારો ફોન ટ્રસ્ટેડ લોકેશન પર નહીં હોય, ત્યારે તમે તેને ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટથી જ અનલૉક કરી શક્શો. જેને કારણે કોઈ અજાણી વ્યક્તિ તમારો આઈફોન અનલૉક નહીં કરી શકે.

જો તમારી પાસે આઈફોન છે, તો તમારો ડેટા બચાવવા માટે તમારે આ ફીચર જરૂર ઓન કરવું જોઈએ. વળી, આ ફીચર યુઝ કરવાનું કોઈ નુક્સાન નથી. જો ફેસ આઈડી કે ટચ આઈડી ફેઈલ પણ થઈ જાય તો પણ તમે ફોનના બેઝિક ફંક્શન્સનો યુઝ તો કરી જ શકો છો. બસ, તમે આવી સ્થિતિમાં એપલ આઈડીનો પાસવર્ડ અથવા પાસકોડ ચેન્જ નહીં કરી શકો.
એપલનું આ નવું સ્ટોલન ડિવાઈસ પ્રોટેક્શન ફીચર તમારા ડેટાને વધુ સિક્યોર બનાવે છે. જો તમારો ફોન અજાણી વ્યક્તિ પાસે છે, તો તે કોઈ પણ દિવસ તમારી અંગત માહિતી ચોરી નહીં કરી શકે. જો તમારે તમારા આઈફોનમાં આ ફીચર ઓન કરવું છે, તો નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં iOS 17.3 beta અપડેટ છે કે નહીં તે ચેક કરો.
સ્ટેપ 2: હવે સેટિંગ્સ મેન્યુ ઓપન કરો.
સ્ટેપ 3: બાદમાં તેમાં Face ID & Passcode અથવા તો Touch ID & Passcode ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે Stolen Device Protectionની અંદર રહેલા Activate Protection ઓપ્શન પર ક્લિક કરો.
બસ આટલું કરતા જ તમારા આઈફોનમાં Stolen Device Protection ફીચર ઓન થઈ જશે.
જો ક્યારેક તમારું ટચ આઈડી કે ફેસ આઈડી કામ ન કરે તો પણ તમે સ્ટોલન ડિવાઈસ પ્રોટેક્શન ફીચર યુઝ કરવા માટે અજાણી જગ્યાએથી પાસકોડ દ્વારા લોગ ઈન કરી શકો છો. એટલે કે તમે ગમે તેવી સ્તિતિમાં પણ તમારા આઈફોનનો ઉપયોગ સરળતાથી કરી શક્શો. પણ, જો ન કરે નારાયણ અને તમારો ફોન ચોરાઈ ગયો તો તમારો ડેટા સુરક્ષિત રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications