Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple iPhone 16 vs iPhone 15, નવા આઈફોનમાં શું નવું હશે?
એપલ આગામી મહિને 9 તારીખે પોતાના યુઝર્સ માટે નવી આઈફોન સિરીઝ એટલે કે iPhone 16 Series લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ પોતાની આ વર્ષની ઈવેન્ટ Apple Glowtimeની તારીખ પણ જાહેર કરી દીધી છે. જો તમે પણ નવા આઈફોનની રાહ જોઈને બેઠા છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આ આર્ટિકલમાં અમે તમને iPhnoe 16 અને iPhone 15 વચ્ચેનો ફરક જણાવીશું.
ડિઝાઈન
iPhone 16ની ડિઝાઈનની વાત કરીએ તો ફોન વર્ટિકલ કેમેરા સેટઅપ, એક્શન બટન અને કેપ્ચર બટન સાથે આવી શકે છે. ફોનની આ ડિઝાઈન iPhone 15 કરતા તેને વિઝ્યુઅલી અને ફંક્શની અલગ બનાવે છે.

ડિસ્પ્લે
iPhone 16માં કંપની 6.1 ઈંચની 60 Hz OLED સ્ક્રીન અને ડાયનેમિક આઈલેન્ડ સહિત વધુ બ્રાઈટર ડિસ્પ્લે આપી રહી છે. iPhone 16માં iPhone 15ના પ્રો મોડેલ જેવા હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે મળવાની શક્યતા છે.
ચિપસેટ
iPhone 15માં કંપની A16 ચિપસેટ આપે છે. આ વખતે iPhone 16માં કંપની A18 ચિપસેટ આપી શકે છે. આ નવા ચિપસેટની સાથે કંપની નવા iPhone 16માં એઆઈ ફીચર્સ, એપલ ઈન્ટેલિજન્સ અને પર્ફોમન્સમાં ખૂબ જ મોટો ફરક જોવા મળી શકે છે.
રેમ
એપલ ઈન્ટેલિજન્સ માટે કંપની નવા ફોનમાં 6 જીબી રેમને વધારીને 8 જીબી કરી શકે છે. એટલે કે નવા આઈફોનનું પર્ફોમન્સ વધારે સારું રહેશે.
કેમેરા
iPhone 15માં કંપની 48 મેગાપિક્સલનો પ્રાઈમરી, 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપી શકે છે. આ વખતે પણ એટલે કે નવા iPhone 16માં પણ આ જ કેમેરા સ્પેક્સ યથાવત્ રહેવાની શક્યતા પ્રબળ છે. જો કે, નવા આઈફોનમાં A18 ચિપસેટ હોવાને કારણે વધારે સારું ઈમેજ સેન્સિંગ પ્રોસેસિંગ મળવાની શક્યતા છે. એટલે કે ફોટો અને વીડિયો ક્વોલિટી સુધરી શકે છે.
iPhone 16માં આ વખતે 3D/Spatial વીડિયો રેકોર્ડિંગની સુવિધા પણ મળી શકે છે, જે હાલ માત્ર iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં જ મળે છે.
કિંમત
કિંમતની વાત કરીએ તો iPhone 15 ભારતમાં 79,000ની કિંમત પર લોન્ચ થયો હતો. નવો આઈફોન આવવાની સાથે જ તેની કિંમતમાં 20 હજાર જેટલો ઘટાડો થઈ શકે છે. એટલે કે આ ફોનની કિંમત 60 હજાર જેટલી થઈ જશે.
જ્યારે iPhone 16ની વાત કરીએ તો કંપની આ ફોનને 79,900 રૂપિયા કે તેનાથી વધુની કિંમતે લોન્ચ કરી શકે છે. જો કે કંપની આ વખતે આ કિંમતમાં વધારે સારા અને એડવાન્સ ફીચર આપે તેવી શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications