Amazon Great Indian Festival Saleમાં iPhone 16 પર મળશે ડિસ્કાઉન્ટ, પહેલીવાર આવી સ્કીમ

By Gizbot Bureau
|

હવે આગામી થોડાક જ દિવસમાં Amazon Great Indian Festival Saleની શરૂઆત થવાની છે. આ સેલ 27 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ રહ્યુ છે. તો પ્રાઈમ મેમ્બર્સને આ સેલનું અર્લી એક્સેસ મળશે. પ્રાઈમ મેમ્બર્સ 26 સપ્ટેમ્બરથી જ સેલમાં મળતી ધમાકેદાર ડીલ્સનો ફાયદો લઈ શક્શે. આ સેલ શરૂ થતા પહેલા ઈ કોમર્સ જાયન્ટ કંપનીએ સેલની શાનદાર ડીલ્સ રીવિલ કરી દીધી છે. જેમાં iPhone 16 સિરીઝ પર પણ ડિસ્કાઉન્ટ મળવાનું છે.

Amazon Great Indian Festival Saleમાં iPhone 16 પર મળશે ડિસ્કાઉન્ટ

iPhone 16

iPhone 16નું બેઝ વેરિયંટ 79,9000 રૂપિયામાં લોન્ચ થયું હતું. જો કે, આ મોડેલ હવે એમેઝોનના સેલ દરમિયાન માત્ર 74,900માં એટલે કે 5000 ઓછી કિંમતે ખરીદી શકાશે. ફીચર્સની વાત કરીએ તો iPhone 16માં 6.1 ઈંચની ડિસ્પ્લે મળે છે. જ્યારે તેમાં A18 ચિપસ અને 48 મેગાપિક્સલનો કેમેરા હોય છે. આ ફોનમાં કેમેરા કંટ્રોલ ફીચર પણ મળે છે.

iPhone 16 Plus

iPhone 16 Plusના બેઝ વેરિયંટને 89,900 રૂપિયામાં લોન્ચ કરાયો હતો. જો કે આ મોડેલ પર પણ એમેઝોનના સેલ દરમિયાન 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે આ સેલમાં આ ફોન 84,900 રૂપિયાની કિંમતે મળશે. આ ફોનમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળે છે. સાથે જ તેમાં A18 ચિપ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં 48 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

iPhone 16 Pro

iPhone 16 Proનું બેઝ વેરિયંટ 1,19,900 રૂપિયામાં લોન્ચ થયું હતું. આ મોડેલ પર પણ એમેઝોનના સેલ દરમિયાન 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ લેટેસ્ટ સ્માર્ટફોન તમે 1,15,900 રૂપિયામાં ખરીદી શકો છો. iPhone 16 Proમાં 6.30 ઈંચની ડિસ્પ્લે છે. આ ફોન A18 Pro ચિપથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે તેમાં 48 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

iPhone 16 Pro Max

iPhone 16 Pro Maxના બેઝ વેરિયંટને 1,44,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે સેલ દરમિયાન આ લેટેસ્ટ સૌથી મોંઘો સ્માર્ટફોન તમે 1,40,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં 6.90 ઈંચની ડિસ્પ્લે મળે છે, અને તેમાં પણ A18 Pro ચિપસેટ આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 48MP+12MP+48MP કેમેરા સેટઅપ મળે છે.

Best Mobiles in India

English summary
iPhone 16 series price down in amazon great indian festival sale

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X