Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 16ની કિંમત અંગે થયો ખુલાસો, દરેક મોડેલમાં મળશે AI ફીચર્સ
Apple ટૂંક સમયમાં જ ગ્લોબલ માર્કેટમાં નવી iPhone 16 સિરીઝના મોડેલ લોન્ચ કરવાનું છે. કંપની આ સિરીઝમાં ચાર મોડેલ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, અને iPhone 16 Pro Max લોન્ચ કરશે. એપલે ભલે પોતાના અપકમિંગ ફોન્સના મોડેલ વિશે માહિતી જાહેર ન કરી હોય, પણ જુદી જુદી રીતે તેને લગતી માહિતી સામે આવી જ જાય છે. આ વર્ષે એપલના આ અપકમિંગ આઈફોનમાં સૌથી મહત્વનું ફીચર Apple Intelligence હશે, જે આર્ટિફિશિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ હશે.
iPhone 16 સિરીઝની સંબવિત કિંમત
એપલની પ્રોડક્ટ્સનું સતત ઓબ્ઝર્વેશન કરનાર Apple Hubના અહેવાલ પ્રમાણે iPhone 16ની કિંમત 799 ડૉલર એટલે કે 67,199 રૂપિયાથી શરૂ થઈ શકે છે. જ્યારે, iPhone 16 Plus ની કિંમત 899 ડૉલર એટલે કે લગભગ 75,500 રૂપિયાથી શરૂ થઈ શકે છે.

iPhone 16 Pro ની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1,099 ડૉલર એટલે કે લગભગ 92,300 રૂપિયા હોઈ શકે છે. આ ફોનમાં 256 જીબી સ્ટોરેજ ઓપ્શન મળશે. આ સિરીઝનું સૌથી ટોપ વેરિયંટ iPhone 16 Pro Max હશે, જેની કિંમત 1,199 ડૉલર એટલે કે લગભગ 1,00,700 રૂપિયા હોઈ શકે છે.
iPhone 16 અને iPhone 16 Plusમાં હોઈ શકે છે આ સ્પેસિફિકેશન્સ · iPhone 16 અને iPhone 16 Plus બંને મોડેલમાં એપલની A18 ચિપસેટ મળવાની શક્યતા છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ બંને મોડેલમાં 8 જીબી રેમ પણ મળી શકે છે.
· તો ડિસ્પ્લેની વાત કરીએ તો iPhone 16માં 60Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.1 ઈંચની પેનલ મળશે. જ્યારે પ્લસ મોડેલમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળશે. ફ્રંટ ડિઝાઈન મામલે બંને મોડેલ iPhone 15, iPhone 15 Plus જેવા જ હશે.
· iPhone 16 માં 3,561mAh ની બેટરી હશે, જે iPhone 15ની 3,349 mAh કરતા થોડી વધારે કેપેસિટી ધરાવે છે. જ્યારે, iPhone 16 Plus માં 4006 mAh ની બેટરી મળશે, જે iPhone 15 Plusની 4383 mAhની બેટરી કરતા થોડી વધુ કેપેસિટી ધરાવે છે.iPhone 16 Pro અને 16 Pro Max ના સ્પેસિફિકેશન્સ (સંભવિત)
· iPhone 16 Pro અને iPhone 16 Pro Maxની ડિસ્પ્લે ક્રમશઃ 6.3 ઈંચ અને 6.9 ઈંચની હોઈ શકે છે
· Appleના અપકમિંગ પ્રો મોડેલના આઈફોન્સને લઈને ચર્ચા છે કે કંપની આ બંને મોડેલમાં A18 Pro ચિપસેટ ધરાવે છે. આ બંને મોડેલ Apple Intelligence ફીચર્સથી સજ્જ હશે.
· iPhone 16 Pro માં 3,355 mAh અને iPhone 16 Pro Max માં 4,676 mAh ની બેટરી મળવાની શક્યતા છે. જ્યારે તેના જૂના મોડેલ iPhone 15 Pro અને iPhone 15 Pro Max માં ક્રમશઃ 3290 mAh અને 4441 mAh ની બેટરી મળી શકે છે.
iPhone 16 સિરીઝમાં કેમેરા કેવો હશે?
iPhone 16 અને iPhone 16 Plus મોડેલમાં 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા મળી શકે છે. જ્યારે iPhone 16 Pro અને iPhone 16 Pro Max માં 5 એક્સ ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ મળવાની શક્યતા છે. રિપોર્ટ્સને સાચા માનીએ તો પ્રો મોડેલમાં Tetraprism પેરિસ્કોપ લેન્સ મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications