iPhone 16 કે iPhone 16 Pro કયો લેવાય? ફીચર્સ મામલે કયો ફોન બેસ્ટ?

By Gizbot Bureau
|

એપલે પોતાના લેટેસ્ટ આઈફોન 16 સિરીઝ લોન્ચ કરી દીધી છે. એપલે પોતાની આ નવી લાઈનઅપમાં ચાર મોડેલ્સ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxને જુદી જુદી અપડેટ્સ સાથે લોન્ચ કર્યા છે. અપડેટ્સની વાત કરીએ તો iPhone 16 લાઈન અપમાં આ વખતે એઆઈ ફીચર્સ Apple Intelligence અને Camera Control બટન આપવામાં આવ્યા છે. જો તમે પણ iPhone 16 અથવા iPhone 16 Pro બંનેમાંથી એક લેવાનું વિચારી રહ્યા છો, પરંતુ કન્ફ્યુઝ છો, તો આ આર્ટિકલમાં અમે તમને બંને ફોનની સરખામણી કરીને જણાવીશું.

iPhone 16 કે iPhone 16 Pro કયો લેવાય? ફીચર્સ મામલે કયો ફોન બેસ્ટ?

iPhone 16 Pro ખરીદવો કે iPhone 16

ડિસ્પ્લે

Apple આ વર્ષે લોન્ચ કરેલા iPhone 16 Proની ડિસ્પ્લે 6.1 ઈંચથી વધારીને 6.3 ઈંચ કરી નાખી છે. સાથે જ iPhone 16 Proની ડિસ્પ્લે iPhone 16 કરતા ફાસ્ટ છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ ઉપરાંત પ્રો મોડેલ્સની ડિસ્પ્લેમાં ProMotion ટેક્નોલોજી આપવામાં આવી છે.

પ્રોસેસર

સાથે જ iPhone 16 Pro મોડેલમાં કંપનીએ લેટેસ્ટ A18 Pro ચિપ પણ આપી છે, જે iPhone 16માં આપવામાં આવેલી A18 ચિપ કરતા વધારે ફાસ્ટ અને એનર્જી એફિશિયંટ છે. એટલે કે પ્રો મોડેલ બેઝિકની સરખામણીએ વધારે સારું પર્ફોમન્સ આપશે.

કેમેરા

iPhone Pro મોડેલ્સમ એડવાન્સ કેમેરા કેપેબિલિટીઝ માટે જાણીતા છે. હવે કંપનીએ પોતાના લેટેસ્ટ iPhone 16 Proમાં કેમેરાને હજી વધારે અપગ્રેડ કર્યો છે. એપલે પ્રો મોડેલ્સમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. સાથે જ તે 5x ઓપ્ટિકલ ઝૂમને પણ સપોર્ટ કરે છે

જ્યારે iPhone 16 માં ડ્યુઅલ કેમેરા મળે છે, અને અલગથી ટેલિફોટો લેન્સ પણ નથી. iPhone 16 Proમાં 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમા છે, જ્યારે iPhone 16 Proમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા છે. તો પ્રો મોડેલ્સમાં ProRAW, ProRes video, 4K 120 fps વીડિયો રેકોર્ડિંગ જેવા ફીચર્સ મળે છે.

બેટરી

iPhone 16 Proને લઈને કંપનીનો દાવો છે કે આ ફોન 27 કલાક સળંગ વીડિયો પ્લેબેક ટાઈમ અને 85 કલાક સુધી ઓડિયો પ્લેબેક ટાઈમ ધરાવે છે. જ્યારે iPhone 16 22 કલાક સુધઈ વીડિયો પ્લેબેક ટાઈમ અને 80 કલાક સુધી ઓડિયો પ્લેબેક ટાઈમની કેપેસિટીથી સજ્જ છે.

Best Mobiles in India

English summary
iPhone 16 iPhone 16 Pro which is best know features price comparison

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X