iPhone 16ના લોન્ચ પહેલા ઘટી ગઈ iPhone 15 Pro Maxની કિંમત, જાણો કેટલી

By Gizbot Bureau
|

Apple કંપની આગામી અઠવાડિયે વર્ષની સૌથી મોટી ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે 9 સપ્ટેમ્બરે Glowtime ઈવેન્ટ યોજવાની છે. જેમાં નેક્સ્ટ જનરેશન iPhone 16 સિરીઝ લોન્ચ થશે. આ ઉપરાંત કંપની iPhoneની સાથે Apple Watch લાઈનઅપ પણ લોન્ચ કરવાની છે.

iPhone 16 સિરીઝ લોન્ચ થવાના થોડાક જ દિવસે પહેલા iPhone 15 Pro Maxની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જી હાં, તમે બરાબર જ વાંચ્યુ છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે iPhone 15 અને iPhone 16 પ્લસની સાથે સાથે iPhone 16 Pro Max ની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

iPhone 16ના લોન્ચ પહેલા ઘટી ગઈ iPhone 15 Pro Maxની કિંમત, જાણો કેટલી

એટલે કે iPhoneના અત્યારના સૌથી પાવરફૂલ વેરિયંટને હવે યુઝર્સ એકદમ સસ્તામાં ખરીદી શકે છે. આ ડિવાઈસ પર તમે અત્યારે 20 હજાર રૂપિયા કરતા પણ વધુનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ચાલો જાણીએ કે iPhone 15 પર કેટલું ડિસ્કાઉન્ટ છે, અને તમે તેનો ફાયદો કેવી રીતે મેળવી શકો છો.

iPhone 15 Pro Max પર ડિસ્કાઉન્ટ

આ ડિવાઈસ પર બમ્પર છૂટની સાથે ખરીદી કરવા માટે યુઝર્સે રિલાયન્સ ડિજિટલના સ્ટોરની વિઝિટ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે આ ફોન ગયા વર્ષે 1,59,900 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો. હવે iPhone 15 Pro Max માત્ર 1,37,990 રૂપિયાની કિંમતે લિસ્ટ થયો છે. એટલે કે રિલાયન્સ ડિજિટલ તરફથી આ ફોન પર પૂરા 21,910 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

બેન્ક ઓફરનો પણ મળી શકે છે ફાયદો

આ ઉપરાંત જો તમે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરો છો, તો તમે સીધા જ 5000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આ ઓફર બાદ ફોનની કિંમત 1,32,990 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત અન્ય કેટલાક નક્કી બેન્ક કાર્ડ્ઝ દ્વારા ખરીદી કરવા પર પણ છૂટ અને EMI ઓફર્સ મળી રહ્યા છે.

iPhone 15 Pro Maxના સ્પેસિફિકેશન્સ

આ ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં 6.7 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સપોર્ટની સાથે આવે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં Apple A17 Pro પ્રોસેસર મળે છે, અને સ્ટીરિયો સ્પીકર્સ ધરાવતો આ ફોન ધૂળ તેમજ પાણી સામે IP68 રેટિંગ ધરાવે છે.

ફોટોગ્રાફી માટે તેમાં બેક સાઈડ ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જે 5X ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ ધરાવે છે. આ ફોનમાં 4441 mAhની બેટરી છે, જે 20 વૉટ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 7.5 વૉટ વાયરલેસ MagSafe ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
iPhone 15 Pro Max price cut know offers and discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X