વન પ્લસ 3 પર ઓક્સિજનOS 3.2.6 અપડેટ કઈ રીતે મેળવવું એ પણ પોતાની મેળે .[4 સિમ્પલ સ્ટેપ્સ]

By: Keval Vachharajani

વન પ્લસ 3 માટે હમણાં જ એક નવું સોફ્ટવેર અપડેટ આવ્યું છે ઓક્સિજનOS 3.2.6. આ સોફ્ટવેર અપડેટ દ્વારા વન પ્લસ 3 માં આવતા પ્રોબ્લેમ નું નિવારણ થઇ જશે તેવું કેહવા મા આવ્યું છે.

વન પ્લસ 3 પર ઓક્સિજનOS 3.2.6 અપડેટ કઈ રીતે મેળવવું એ પણ પોતાની મેળે .

વન પ્લસ 3 યુઝર્સ છેલ્લા થોડા સમય થી અમુક તકલીફો નો સામનો કરી રહ્યા છે. જેમ કે, વધુ પડતો ગરમ થઈ જવો, પુષ નોટિફિકેશન, જેવા બીજા અમુક.

નવું ઓક્સિજનOS v3.2.6 અપડેટ દ્વારા ફોન માં ઘણા બધા સુધારા થઇ જશે જેમ કે, ફોન વધુ પડતો ગરમ નહિ થાય, વોઇસ કોલ ની ગુણવત્તા વધુ સારી થશે, કેમેરા ની ગુણવત્તા માં સુધારો થશે, અને બીજા લગભગ બધા જ પ્રોબ્લેમ નું નિવારણ થઇ જશે કે જે વન પ્લસ 3 ના યુઝર્સ ઘણા સમય થી અનુભવી રહ્યા છે.

જો તમે પણ વન પ્લસ 3 ના યુઝર હો તો તમારે માત્ર નવું સોફ્ટવેર અપડેટ દ્વારા તમારા ફોન ને અપડેટ કરવા નો છે. હવે તે અપડેટ કેમ કરવું એ પણ જાતે તે અહ્યા નીચે જણાવ્યુ છે.

#1 તમારા વન પ્લસ 3 સ્માર્ટફોન ના સેટિંગ્સ માં જાવ

#1 તમારા વન પ્લસ 3 સ્માર્ટફોન ના સેટિંગ્સ માં જાવ

સૌથી પેહલા તો તમારે તમારો ફોન ઓપન કરી અને તેના સેટિંગ્સ માં જવું પડશે.

#2 અબાઉંટ ડિવાઇસ ઓપ્શન માં જાવ

#2 અબાઉંટ ડિવાઇસ ઓપ્શન માં જાવ

સેટિંગ્સ ઓપન કર્યા બાદ, તમારે સિસ્ટમ ઓપ્શન માં જઈ અને અબાઉંટ ડિવાઇસ ઓપ્શન પર ક્લીક કરવા નું રહેશે. સામાન્ય રીતે આ ઓપ્શન સૌથી અંત માં આપવા માં આવ્યો હોઈ છે.

#3 'ડાઉનલોડ અપડેટ મેન્યુઅલી' પર ટેપ કરો

#3 'ડાઉનલોડ અપડેટ મેન્યુઅલી' પર ટેપ કરો

હવે તમારે 'ડાઉનલોડ અપડેટ' ઓપ્શન પર ટેપ કરવા નું રહેશે, અને સ્ફોટવેર ને અપડેટ કરવા માટે ની પરવાનગી આપવા ની રહશે.

#4 તમારા સ્માર્ટફોન પર સોફ્ટવેર અપડેટ

#4 તમારા સ્માર્ટફોન પર સોફ્ટવેર અપડેટ

હવે અપડેટ મુજબ તમારે તમારા ફોન ને રિસ્ટાર્ટ કરવો પડશે, રિસ્ટાર્ટ નો મેસેજ આવી જાય ત્યાર બાદ સ્ટાર્ટ પર ટેપ કરો અને તેના પછી ઓકે પર.

OxygenOS ના નવા અપડેટેડ વરઝ્ન v3.2.6 વિશે ની બધી જ માહિતી.

OxygenOS ના નવા અપડેટેડ વરઝ્ન v3.2.6 વિશે ની બધી જ માહિતી.

ગુગલ ના માર્શમેલો ના 6.0.1 વરઝ્ન પર આધારિત, નવું OxygenOS નું વરઝ્ન v3.2.6 40MB નું છે. આ સોફ્ટવેર અપડેટ દ્વારા એવો દાવો કરવા માં આવ્યો છે કે આ અપડેટ બધા જ બગ ને ફિક્સ કરી લેશે અને બીજા પણ ઘણા બધા સુધારા થશે અને તે બધા પ્રોબ્લેમ ને પણ સોલ્વ કરી આપશે જે વન પ્લસ 3 ના યુઝર્સ ઘણા સમય થી અનુભવી રહ્યા છે.

English summary
Follow these 4 simple steps to get OxygenOS 3.2.6 update on your OnePlus 3 phone manually and fix all the bugs.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot