જાતે રિપેર થઈ જતો ફોન HMD Skyline ભારતમાં લોન્ચ, જાણો કિંમત

By Gizbot Bureau
|

HMDએ HMD Skyline નામનો પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની ખાસ વાત તેની રિપેરેબલ ડિઝાઈન છે. કંપનીનો દાવો છે કે આ ફોન બગડી જવા પર તેને તમે ઘરે જાતે જ રિપેર કરી શખો છો. તેને રિપેર કરવા માટે તમારે એક સ્ક્રૂ ફેરવીને સ્ક્રૂ ડ્રાઈવર અને ગિટાર પિકનો ઉપયોગ કરીને બેક કવર જ ખોલવાનું છે. HMDનો ભારતમાં આ ત્રીજો ફોન છે, જેમાં નેવિગેશન અને એઆઈ પાવર્ડ આસિસ્ટન્ટને ફટાફટ વાપરી શકાય, તે માટે કસ્ટમ બટન પણ આપવામાં આવ્યું છે.

જાતે રિપેર થઈ જતો ફોન HMD Skyline ભારતમાં લોન્ચ, જાણો કિંમત

HMDના ફોનની કિંમત

HMDના આ નવા સ્માર્ટફોનનું પહેલું સેલ આજથી એમેઝોન અને HMDની સત્તાવાર વેબસાઈટની સાથે સાથે રિટેઈલ સ્ટોર્સ પર લાઈવ થઈ ચૂક્યુ છે. આ ડિવાઈસ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત 35,999 રૂપિયા છે. આ ફોન ટ્વિસ્ટેડ બ્લેક અને નિયોન પિંક એમ બે કલર વેરિયંટમાં અવેલેબલ છે.

HMD Skyline ફોનના સ્પેસિફિકેશન્સ

આ લેટેસ્ટ ફોનમાં 6.5 ઈંચની pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 144 હર્ટ્ઝના રિફ્રેશ રેટ અને HDR10 વીડિયો પ્લેબેક કેપેસિટી ધરાવે છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 7s Gen 2 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ ફોનમાં હાઈબ્રિડ OISની સાથે સાથે 108 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા તેમજ 50mm પોટ્રેટ માટે 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા પણ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં ફ્રંટ સાઈડ ઓટોફોકસ અને આઈટ્રેકિંગ સાથે 50 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

આ ફોન ઈન બિલ્ટ સેલ્ફી જેસ્ચર હાર્ડવેરથી સજ્જ છે, જે કેમેરાને એક્ટિવ કરવા માટે યુનિવર્સલ પીસની સાઈનથી કામ કરે છે. એટલે કે જેવી તમે કેમેરાની સામે આ સાઈન કરશો, તો ફોન જાતે જ સેલ્ફી લઈ લેશે.

આ ફોનમાં 4,600 mAhની બેટરી આપવામાં આવી છે, જે સતત 48 કલાક સુધી કામ કરી શકે છે. આ ફોન 33 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, સાથે જ તેમાં Qi વાયરલેસ ચાર્જિંગ પણ છે, જે તમને કોઈ પણ મેગ્નેટાઈઝ્ડ Qi2 ચાર્જરથી ફોન ચાર્જ કરવાની સુવિધા આપે છે.

કસ્ટમ બટન

આ ફોનમાં એક કસ્ટમ બટન આપવામાં આવ્યું છે, જે યુઝર્સને જરૂર પ્રમાણે કસ્ટમાઈઝેશન વિકલ્પ આપે છે. એટલે કે યુઝર આ બટનનો ઉપયોગ કેવી રીતે કરવો, તે જાતે જ નક્કી કરી શકે છે. જ્યારે યુઝર આ બટનને દબાવી રાખશે, તો પહેલું ટાસ્ક કરી શક્શે, ડબલ પ્રેસ કરશે, તો બટન બીજું કામ કરશે. એટલે તમે આ બટનથી કોઈ મેન્યુનો શોર્ટકટ કે ગેમનો શોર્ટકટ જેવી કોઈ પણ એક્ટિવિટી સેટ કરી શકો છો.

Best Mobiles in India

English summary
HMD Skyline sale live self repairable phone price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X