Just In
- 674 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 675 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 676 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 677 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nokiaનો ફોન હવે નહીં મળે? કંપનીએ લીધો આ મોટો નિર્ણય
Nokia આ નામ ભારતના બધા જ મોબાઈલ યુઝર્સને યાદ છે. મોટા ભાગના મોબાઈલ યુઝર્સ એવા હશે, જેમનો પહેલો મોબાઈલ ફોન જ નોકિયાનો હતો. હાલ પણ આપણે વાતોમાં કે મીમ દ્વારા Nokiaના ફોનને તેના ફંક્શન, તેની મજબૂતાઈ માટે યાદ કરીએ છીએ. Nokia છેલ્લા છ વર્ષોથી HMD ગ્લોબલ નામની ફિનિશ કંપનીના નેતૃત્ત્વમાં છે. માઈક્રોસોફ્ટે Nokia બ્રાન્ડ વેચી દીધા બાદ આ કંપની બ્રાંડને ચલાવી રહી હતી.

જો કે હવે HMD ગ્લોબલે Nokiaના બધા જ સોશિયલ મીડિયા હેન્ડલ અને વેબસાઈટનું નામ બદલીને હ્યુમન મોબાઈલ ડિવાઈસિઝ એટલે કે HMD કરી દીધું છે. કંપનીએ આ મામલે ખુલાસો કરતા કહ્યું કે HMD અને Nokia બંને સ્માર્ટફોન ભવિષ્યમાં માર્કેટમાં ઉપલબ્ધ રહેશે. જો કે, કંપનીએ નામ બદલ્યું તે એ વાતનો સંકેત છે કે ભવિષ્યમાં આ કંપની પોતાના ફોન પર Nokiaનો બેજ તો લગાવી જ શકે છે. પરંતુ કંપનીનો આ નિર્ણય માત્ર રિબ્રાંડિંગ નથી કારણ કે Nokia.comના યુઆરએલને પણ બદલીને HMD ગ્લોબલની વેબસાઈટ પર રિડાઈરેક્ટ કરાઈ રહ્યું છે.
જો કે, HMD કંપની દ્વારા આ નિર્ણય પર કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું. શું કંપની નોકિયા બ્રાંડને કાયમ માટે બંધ કરી રહી છે કે નહીં તે અંગે કંપનીએ સ્પષ્ટતા નથી કરી. હાલની સ્થિતિમાં તો HMD નોકિયા સ્માર્ટફોન વેચવાનું ચાલુ રાખશે અને વેચાણ બાદ આફ્ટર સેલ્સ સપોર્ટ પણ આપશે.
HMDએ જાહેર કરેલા ટીઝર વીડિયો મુજબ કંપની બજારમાં દરેક પ્રકારના ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબના ફોન આપવા ઈચ્છી રહી છે. આ ટીઝરમાં કંપનીએ અપકમિંગ સ્માર્ટફોન, ટેબ્લેટ, વાયરલેસ ઈયરબર્ડ અને અન્ય પ્રોડક્ટ્સની ઝલક દર્શાવી છે. જેના પરથી લાગી રહ્યું છે કે કંપની એવા સ્માર્ટફોન લોન્ચ કરવા ઈચ્છી રહી છે, જે યુઝ કરવામાં યુઝર્સને મજા આવે, ફાસ્ટ હોય, બજેટ રેન્જમાં પણ હોય અને મજબૂત પણ હોય.
2016માં નોકિયા બ્રાન્ડને હસ્તગત કર્યા બાદ કંપનીએ આખા વિશ્વમાં 400 મિલિયનથી વધુ નોકિયા યુઝર્સની સાથે 200થી વધુ દેશમાં પોતાની હાજરી નોંધાવી છે. HMDનો દાવો છે કે 2024માં તેઓ ફીચર ફોનમાં વિશ્વમાં બીજા નંબરે હશે. HMD ગ્લોબલના ભારતના વાઈસ ચેરમેને પહેલા ભારતમાં HMD બ્રાન્ડના સ્માર્ટફોન લોન્ચ કરવાની વાત કરી હતી. તેમના કહેવા પ્રમાણે પહેલા છ મહિનામાં આ ફોન ભારતમાં લોન્ચ થઈ જશે.
કંપનીએ જાહેર કરેલા ટીઝર મુજબ આ અપકમિંગ સ્માર્ટફોનની બેટરી દમદાર હશે. જ્યારે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ ફોનને કંપની સિયાન કલરવેમાં પણ રજૂ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
