એન્ડ્રોઇડ ના 5 હિડન ફીચર્સ કે જેનો ઉપીયોગ લગભગ કોઈ કરતું નથી

By: Keval Vachharajani

તમને ભાગ્યે જ એવો વ્યક્તિ જોવા મળશે કે જે સ્માર્ટફોન નો ઉપીયોગ ના કરતો હોઈ, અને મોટ્ટા ભાગ ના સ્માર્ટફોન યુઝર્સ જુદા જુદા કારણો ને લીધે એન્ડ્રોઇડ ફોન્સ નો જ ઉપીયોગ કરતા હોઈ છે. તેમ છત્તા મોટ્ટા ભાગ ના લોકો તેના બધા જ ફીચર્સ નો ઉપીયોગ કરતા નથી હોતા.

એન્ડ્રોઇડ ના 5 હિડન ફીચર્સ કે જેનો ઉપીયોગ લગભગ કોઈ કરતું નથી

અને એવું નથી કે જે લોકો આ બધા ફીચર્સ નો ઉપીયોગ નથી કરતા તેલોકો ને તેનો ઉપીયોગ નથી કરવો કે તે ફીચર્સ ની જરૂર નથી, પરંતુ તે લોકો ને એન્ડ્રોઇડ ના આ હિડન ફીચર્સ વિષે કોઈ જ પ્રકાર ની માહિતી નથી હોતી.

જીઓની F5 સ્માર્ટફોન, 4000mAh બેટરી અને 4 જીબી રેમ સાથે લોન્ચ

તેથી આ અજાગૃતિ પર એક રોક લગાવી શકાય તેના માટે થઇ અને આજે ગીઝબોટ તમારી સમક્ષ એન્ડ્રોઇડ ના અમુક હિડન ફીચર્સ ને લઇ આવ્યું છે, આવો તેના વિષે નજીક થી જાણીયે.

કંટેન્ટ ને સાંભળો

કંટેન્ટ ને સાંભળો

જો તમે એન્ડ્રોઇડ ફોન નો ઉપીયોગ કરો છો અને તમને જે કોઈ ખુબ જ રસપ્રદ લેખ ઈન્ટરનેટ પર મળ્યો છે અને તમારી પાસે તે વાંચવા નો સમય નથી તો તમે તેને સાંભળી પણ શકો છો. અને આવું કરવા માટે તમારે માત્ર એટલું જ કરવા નું રહેશે કે તમારા ફોન ની અંદર ટેક્સ્ટ ટુ સ્પિક ના ઓપ્શન ને ઓન કરવા નું રહશે. અને તમને આ જ વસ્તુ સેટિંગ્સ ની અંદર જઈ અને એક્સેસીબિલીટી ની અંદર પણ મળી જશે.

તમારા ડિવાઈઝ ને રીમોટ્લી કંટ્રોલ કરો

તમારા ડિવાઈઝ ને રીમોટ્લી કંટ્રોલ કરો

તમે તમારા સંર્ટફોન ની અંદર ક્યાયક એવું સાંભળ્યું હશે કે ડિવાઈઝ એડ્મીનીસ્ટ્રશન કંટ્રોલ. તે સેટિંગ્સ ની અંદર સિક્યોરિટી ની અંદર આપવા માં આવેલું હોઈ છે. તમારે તેને ડિવાઇઝ અંડમિનિસ્ટ્રેશન ની અંદર એન્ડ્રોઇડ ડિવાઈઝ મેનેજર ની સામે આપેલા બોક્સ દ્વારા અનેબલ કરવા નું રહેશે.

આવું કરવા થી તમે તમારા ડિવાઈઝ ને કોઈ પણ જગ્યા પર થી રિમોટલી ડિટેક્ટ કરી શકો છો અને તેને રીમોટ્લી લોક પણ કરી શકો છો અને તેવી જ રીતે તેમાં રહેલા બધા જ ડેટા ને ડીલીટ પણ કરી શકો છો. જો ક્યારેય પણ તમે તમારા ફોન ને કોઈ જગ્યા પર ખોઈ દીધો તો તમે તેને બ્લોક કરી અને તમારા ડેટા ને ચોરી થવા થી બચાવી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

તમારા ડેટા ને સુરક્ષિત રાખો ગેસ્ટ મોડ દ્વારા

તમારા ડેટા ને સુરક્ષિત રાખો ગેસ્ટ મોડ દ્વારા

જો એવી કોઈ પરિસ્થિતિ આવી કે જેની અંદર તમારે તમારો ફોન કોઈ બીજા વ્યક્તિ ને ટેમ્પરરીલી આપવા નો છે તો તમારે તમારી અંગત વિગતો વિષે હવે કોઈ ચિંતા કરવા ની હવે જરૂર નથી. તમે જેતે વ્યક્તિ ને તમારો ફોન આપી રહ્યા છો તે વ્યક્તિ ગેસ્ટ મોડ ના કારણે એક હદ થી વધુ તમારા ફોન પર કોઈ વસ્તુ નહિ કરી શકે.

તમારે માત્ર 2 આંગળી દ્વારા નીચે ની તરફ સ્વાઇપ કરવા નું રહેશે ત્યાર બાદ તમને ગેસ્ટ આઇકોન દેખાશે અને ત્યાર બાદ તમે તેને પસંદ કરી શકો છો અને માત્ર તેટલું જ નહિ તે મોડ ની અંદર કઈ કઈ વસ્તુ તમે તેમાં રાખવા માંગો છો કે જેનો ઉપીયોગ તે વ્યક્તિ કરી શકે તે પણ પસંદ કરી શકો છો.

સ્ક્રીન ને મેગ્નીફાય કરો

સ્ક્રીન ને મેગ્નીફાય કરો

જો તમને આંખ માં કોઈ પ્રોબ્લેમ હોઈ અથવા તો જો તમારી આંખો થોડી નબળી હશે તો તમને ઘણી વખત તમારા ફોન પર કંટેન્ટ જોવા માં ઘણી બધી તકલીફ પડતી હશે, તો આવી પરિસ્થિતિ ની અંદર તમારે માત્ર સેટિંગ્સ ની અંદર જઈ અને એક્સેસીબિલીટી ની અંદર જઈ અને મેગ્નિફિકેશન જેશચર ની અંદર જવા નું રહેશે. આવું કરવા થી તમે તમારા ફોન માં કોઈ પણ જગ્યા પર માત્ર ડબલ ટેપ કરી અને ઝૂમ કરી શકો છો.

એક નાનકડી ગેમ

એક નાનકડી ગેમ

જ્યારે થી એન્ડ્રોઇડે 2.3 જીંજરબ્રીડ ચાલુ કર્યું છે ત્યાર થી તે પોતાના યુઝર્સ માટે નાની નાની સરપ્રાઈઝ આપવા નું શરૂ કર્યું છે, તેને ગોતવી કદાચ તમારા માટે થોડી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ, અમે તમારા માટે તે કામ સરળ કરી દીધું છે. સેટિંગ્સ માં જઈ અને અબાઉટ ડિવાઈઝ માં જાવ ત્યાર બાદ, એન્ડ્રોઇડ વરઝન પર ઘણી બધી વખત ટેપ કરો જ્યાં સુધી એક નાકડું માર્શમેલો નું આઇકોન આવી ના જાય, ત્યાર બાદ જેવું તમે તેને ટેપ કરશો એટલે તમારી સમક્ષ એક નાનકડી ગેમ આવી જશે.

English summary
Here are some hidden Android functions that you might not be knowing or using on your phone. Take a look!

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot