Just In
- 630 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 631 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 632 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ફોનમાં પણ દેખાય છે ગ્રીન લાઈન્સ? તો આ રીતે મળશે છૂટકારો
છેલ્લા કેટલાક મહિનાઓથી લાખો મોબાઈલ યુઝર્સ એક સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે, આ સમસ્યા છે કે તેમના સ્માર્ટપોનમાં લીલા રંગની લાઈન્સ દેખાવા લાગી છે. OnePlusથી લઈને Samsung સુધીના બ્રાન્ડેડ ડિવાઈસમાં આ સમસ્યાઓ આવી રહી છે અને યુઝર્સ આ ગ્રીન લાઈન્સ હટાવવા માટે જુદા જુદા ઉપાયો કરતા રહે છે. ઘણા યુઝર્સનું માનવું છે કે ફોનમાં કોઈ સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ કર્યા બાદ આવું થઈ રહ્યું છે. તો ચાલો જાણીએ કે ફોનમાં આ ગ્રીન લાઈન્સ દેખાવાનું કારણ શું હોઈ શકે છે અને તેને તમે કેવી રીતે રિપેર કરી શકો છો.

હોઈ શકે છે સોફ્ટવેર ઈસ્યુ
આ ગ્રીન લાઈનની સમસ્યા કે તેને લગતી સમસ્યાઓ ઘણીવાર સોફ્ટવેરને લગતી મુશ્કેલીને કારણે હોઈ શકે છે. શક્ય છે કે તમારા ફોન માટે રોલઆઉટ કરવામાં આવેલી કોઈ લેટેસ્ટ અપડેટમાં કોઈ બગ હોય કે પછી સોફ્ટવેરમાં કોઈ ગ્લિચ થઈ રહ્યું હોય. આ ઉપરાંત કેટલીક એપ્સ પણ ફોનમાં ઈન્સ્ટોલ થયા બાદ ફોનની ડિસ્પ્લેને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં ગ્રીન લાઈન્સ રિપેર કરવી કે દૂર કરવી ખાસ મુશ્કેલ લાગે છે.
હાર્ડવેરની ખામી પણ હોઈ શકે છે જવાબદાર
ઘણીવાર ફોન પડી ગયા બાદ કે પછી ફિઝિકલ ડેમેજની સ્થિતિમાં પણ સ્ક્રીન પર ગ્રીન લાઈન્સ જોવા મળે છે. આ ઉપરાંત ડિસ્પ્લે અને મધરબોર્ડને જોડતું કનેક્ટર લૂઝ થાય કે ડેમેજ થાય તો પણ આવી સમસ્યા આવી શકે છે. ઘણીવાર મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને લીધે પણ આ સમસ્યા સર્જાઈ શકે છે. જો આવું કંઈ હોય તો તમારે ફોનને કમ્પલસરી સર્વિસ સેન્ટરમાં જ લઈ જવો પડશે, તે તમારાથી જાતે રિપેર નહીં થાય.
એટલું જ નહીં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવા પર ઓવરહીટિંગ થવાથી કે પછી ફોન પર વધારે પ્રેશર આવવાની સ્થિતિમાં પણ સ્ક્રીન પર ગ્રીન લાઈન્સ દેખાવા લાગે છે.
ગ્રીન લાઈન્સ ફિક્સ કરવા માટે તમારે આટલું જ કરવાનું છે.
જો તમારા ફોનમાં સ્ક્રીન પર ગ્રીન લાઈન્સ દેખાય છે, અને સમસ્યા સોફ્ટવેર ગ્લિચને કારણે છે તો તમે તેને જાતે સરખી કરી શકો છો. સૌથી પહેલા તમારા ફોનને રિસ્ટાર્ટ કરી જુઓ. આ ઉપરાંત જો તમે તાજેતરમાં કોઈ એપ ઈન્સ્ટોલ કરી છે, તો તેને અનઈન્સ્ટોલ કરીને પણ ચેક કરી શકો છો. તમે ફોનને સેફ મોડમાં પણ ઓપરેટ કરીને ચેક કરી શકો છો કે ગ્રીન લાઈન્સ હટે છે કે નથી હટતી. જો આમાંથી એક પણ પ્રયત્નમાં ગ્રીન લાઈન્સ નથી દેખાતી તો તમારો પ્રોબ્લેમ સોફ્ટવેરને લગતો છે.
હવે તમે ફોનને ફેક્ટરી રિસેટ કરીને કે પછી લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝન પર અપડેટ કરીને પણ ચેક કરી શકો છો, આ પણ એક રીત હોઈ શકે છે. ઘણી બ્રાન્ડ્ઝના ફોન્સે અપડેટ આપીને આ ઈસ્યુ સોલ્વ કર્યો છે. જો આ બધું કરવા છતાંય ઈસ્યુ સોલ્વ નથી થતો તો સમસ્યા હાર્ડવેરની હોઈ શકે છે, તમારે તાત્કાલિક સર્વિસ સેન્ટરમાં ફોન બતાવવો જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications