iPhone બાદ આવશે Google Pixel 8 સિરીઝ, 4 ઓક્ટોબરે થશે લોન્ચ

By Gizbot Bureau
|

સપ્ટેમ્બર મહિનામાં એપલ પોતાની નવી સ્માર્ટફોન iPhone 15 સિરીઝ લોન્ચ કરવાની છે. તો હવે તેની પાછળ પાછળ ટેક જાયન્ટ કંપની ગૂગલ પણ પોતાના નવા સ્માર્ટફોનને લઈને તૈયાર છે. Google Pixel 8 સિરીઝની લોન્ચ ડેટ જાહેર થઈ ચૂકી છે. ગૂગલે પોતાના ઈન્સ્ટાગ્રામ થ્રેડ્સ અને એક્સ એટલે કે ટ્વિટર હેન્ડલ પરથી અપકમિંગ સ્માર્ટ ફોન પિક્સલ 8 સિરીઝની લોન્ચ ડેટ જાહેર કરી છે. એપલની વન્ડરલસ્ટ ઈવેન્ટ બાદ ટેક જગતની આ બીજી મોટી ઈવેન્ટ હશે. છેલ્લા ઘણા સમયથી ગૂગલના આ પ્રીમિયમ સ્માર્ટફોન અંગે ઘણી વાતો સામે આવી છે. ગૂગલની આ લોન્ચ ઈવેન્ટ ઈન પર્સન ઈવેન્ટ હશે, જેના આમંત્રણ પણ મોકલવાના શરૂ થઈ ચૂક્યા છે. હજી એક દિસ પહેલા જ એપલે પોતાના આઈફોન 15ની લોન્ચ ઈવેન્ટ માટે ઈન્વાઈટ મોકલ્યા છે. ગૂગલ પિક્સલ 8 સિરીઝની લોન્ચ ઈવેન્ટ અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાશે.

iPhone બાદ આવશે Google Pixel 8 સિરીઝ, 4 ઓક્ટોબરે થશે લોન્ચ

iPhoneની ઉડાવી મજાક

Google એ Pixel 8 Series ની લોન્ચ ડેટ જાહેર કરવાના પોસ્ટમાં એપલના આઈફોનના કેમેરાની મજાક ઉડાવી છે. ગૂગલ પિક્સલના ઈન્સ્ટાગ્રામ થ્રેડ્સ હેન્ડલથી કરવામાં આવેલી પોસ્ટમાં એક નાનો વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં આઈફોન અને પિક્સલ ડિવાઈસના કેમેરાને કમ્પેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પિક્સલ અને આઈફોનના કેમેરા મોડ્યુલને કાકડીની સ્લાઈસથી ઢાંકવામાં આવ્યા છે. પોતાની પોસ્ટમાં ગૂગલે પિક્સલ ડિવાઈસમાં AI ફીચરની હાજરી પણ કન્ફર્મ કરી છે.

Google I/O 2023માં લોન્ચ થયેલા Pixel Fold અને Pixel Tablet હવે અમેરિકન માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે. ગૂગલની આ ઈવેન્ટ દરમિયાન Pixel 8, Pixel 8 Pro અને Pixel Buds A સિરીઝ પણ લોન્ચ થાય તેવી શક્યતા છે. જો કે ગૂગલે સોશિયલ મીડિયા પર કરેલી જાહેરાતમાં આ ડિવાઈસનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એટલે ગૂગલ કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ કરે છે, તે તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે.

Pixel 8 Seriesના સંભવિત ફીચર્સ

ગૂગલના Pixel 8 Seriesમાં Tensor 4 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત આ સિરીઝના બંને સ્માર્ટફોન 120 Hz રિફ્રેશ રેટ ધરાવતી OLED ડિસ્પ્લે પેનલ ધરાવતા હશે. સાથે જ આ ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સુધીનું ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ મળશે. ગૂગલ પોતાના આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપી શકે છે. આ ઉપરાંત પિક્સલ 8 સિરીઝમાં USB Type C ચાર્જિંગ અને એન્ડ્રોઈડ 14 જેવા ફીચર્સ મળશે.

ગૂગલે આ સિરીઝમાં ઘણા AI ફીચર્સનો ઉપયોગ કરવાની પણ શક્યતા દર્શાવી છે, જે આઈફોન યુઝર્સને નથી મળતા. આ મુદ્દે ગૂગલ કેટલાક સમયથી એક એડ કેમ્પેઈન પણ ચલાવી રહ્યું છે, જેમાં એપલ આઈફોનની મજાક ઉડાવવામાં આવે છે. ગૂગલ પિક્સલ 8 સિરીઝના સ્માર્ટફોનની સાથે સાથે એન્ડ્રોઈડ 14 વર્ઝનને પણ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

Best Mobiles in India

English summary
Google will launch pixel 8 series on 4th october

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X