Google Pixel 7a ખરીદવો જોઈએ કે નહીં, જાણો ઓફર ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

તાજેતરમાં જ લોન્ચ થયેલો Pixel 7a ગત વર્ષે લોન્ચ થયેલા બજેટ સ્માર્ટફોન Pixel 6aનો ઉત્તરાધિકારી છે, આ સ્માર્ટફોનની ડિઝાઈન અને ફીચર્સ Pixel 7 સિરીઝ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ Pixel 7 સિરીઝમાં Pixel 7 અને Pixel 7 Pro સામેલ છે, જે ગત વર્ષના અંતમાં લોન્ચ થયા હતા. સત્તાવાર લોન્ચના કેટલાક સમય બાદ Pixel 7a વેચાણ માટે મૂકી દેવાયો છે.

Google Pixel 7a ખરીદવો જોઈએ કે નહીં, જાણો ઓફર ડિટેઈલ્સ

ભારતમાં ક્યાં મળશે Pixel 7a અને કેવી રીતે?

જો તમારે ભારતમાં Pixel 7a ખરીદવો છે, તો આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે. ભારતમાં આ સ્માર્ટફોનનું વેચાણ 11 મેના રોજ બપોરે 12.30 કલાકથી શરૂ થયું છે. Google Pixel 7aની ભારતમાં કિંમત 43,999 રૂપિયા છે. લોન્ચના ભાગ રૂપે Pixel 7a Flipkart પર માત્ર 39,999 રૂપિયાની કિંમતે મળી રહ્યો છે.

જો તમારી પાસે HDFC બેન્કનું કાર્ડ છે, તો તમને 4,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત યુઝર્સ નો કોસ્ટ EMIનો પણ લાભ લઈ શક્શે. જો તમારી પાસે જૂનો પિક્સ સ્માર્ટફોન છે, તો તેને એક્સચેન્જ કરાવીને પણ 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સાથે જ લોન્ચ ઓફર દરમિયાન યુઝર્સ Pixel 7aની સાથે સાથે Fitbit Inspire 2 માત્ર 3,999 રૂપિયાની કિંમતે અને Pixel Buds A-series માત્ર 3,999 રૂપિયાની કિંમતે ખરીદી શક્શે. ઈ રિટેલર એટલે કે ફ્લિપકાર્ટ આ સ્માર્ટફોનની ખરીદી પર એક વર્ષ સુધી ફ્રી સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શનનો પણ લાભ આપે છે.

Google પોતાના તરફથી યુઝર્સને Google Oneના ભાગ રૂપયે ત્રણ મહિના સુધી યુટ્યુબ પ્રીમિયમની ફ્રી મેમ્બરશિપ અને 100 જીબી સુધી ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ પણ આપી રહ્યું છે.

Pixel 7a સ્પેસિફિકેશન

Pixel 7a 6.1 ઈંચની ફૂલ સ્ક્રીન OLED ડિસ્પ્લે ધરાવે છે, જે 90 Hzની સ્ક્રીન બ્રાઈટનેસ, 20: 9 એસ્પેક્ટ રેશિયો, FHD + 1080*2400 પિક્સલનું રિઝોલ્યુશન અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આવે છે. આ સ્માર્ટફોન એક રિસાઈકલ એલ્યુમિનિયમ ચેસિસ ધરાવે છે. ગૂગલ પિક્સલ 7એ ચારકોલ, સ્નો અને સી કલર વેરિયંટમાં અવેલેબલ છે.

Pixel 7a Google Tensor G2 ચિપસેટ પર બેઝ્ડ છે, જે ટાઈટન M2 સુરક્ષા પ્રોસેસર, 8 જીબી LPDDR5 રેમ અને 128 જીબી UFS 3.1 સ્ટોરેજ સ્પેસને સપોર્ટ કરે છે. જો કેમેરાની વાત કરીએ તો, ગૂગલ પિક્સલ 7એમાં ડ્યુઅલ રિયર કેમેરા મળે છે, જેમાં 64 મેગાપિક્સલનો ક્વોડ પીડી કેમેરા અને 13 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા છે. જ્યારે ફ્રંટ સાઈડ કંપની 95 ડિગ્રી અલ્ટ્રાવાઈડ ફિલ્ડ ઓફ વ્યુ ધરાવતો 13 મેગાપિક્સલનો કેમેરા આપી રહ્યું છે. આ ફોનમાં સુરક્ષા માટે અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવતું ફિંગરપ્રિન્ટ અનલોક પણ છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,300 mAh બેટરીને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type C 3.2 Gen, Wi-fi 6, Bluetooth V 5.3, Bluetooth BLE, NFC અને ગૂગલ કાસ્ટ છે.

Best Mobiles in India

English summary
Google Pixel 7a launched in India, know offers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X