ગૂગલ પિક્સલ 2: જાણો સ્માર્ટફોનમાં આ વર્ષમાં શુ જોવા માંગીયે છે.

Posted By: anuj prajapati

વર્ષ 2016 દરમિયાન ગૂગલ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ગૂગલ પિક્સલ અને પિક્સલ એક્સએલ સ્માર્ટફોન સફળ રહ્યા હતા. ગૂગલ ઘ્વારા હવે આ વર્ષમાં તેમનો લેટેસ્ટ પિક્સલ 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

ગૂગલ પિક્સલ 2: જાણો સ્માર્ટફોનમાં આ વર્ષમાં શુ જોવા માંગીયે છે.

આ વાત નક્કી છે સેકન્ડ જનરેશન પિક્સલ સ્માર્ટફોન આ વર્ષમાં લોન્ચ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પિક્સલ 2 અને પિક્સલ એક્સએલ 2 સ્માર્ટફોન આ વર્ષ દરમિયાન લોકો સામે લાવી દેવામાં આવશે. ગૂગલ ઘ્વારા આપવામાં આવેલી માહિતી સાથે હવે લોકોની આશા પણ વધી ચુકી છે. તો એક નજર કરો લોકો આ સ્માર્ટફોન પાસે કેવી આશા રાખી રહ્યા છે.

રજિસ્ટન્ટ

રજિસ્ટન્ટ

વોટર રજિસ્ટન્ટ રેટિંગ હોવું ખુબ જ સારું છે કારણકે તે તમારા સ્માર્ટફોનને ડેમેજ થતો બચાવે છે. ગૂગલ સ્માર્ટફોનમાં એક ખરાબ પોઇન્ટ તેમનો સ્માર્ટફોન ડસ્ટ અને વોટર રજિસ્ટન્ટ આપવામાં આવ્યો નથી. જેના કારણે લોકો નવા સ્માર્ટફોન પાસે આ સુવિધાની આશા રાખી રહ્યા છે.

એજ ટુ એજ ડિસ્પ્લે સારો ઓપશન બની શકે છે

એજ ટુ એજ ડિસ્પ્લે સારો ઓપશન બની શકે છે

ડ્યુઅલ કર્વ એજ ટુ એજ ડિસ્પ્લે આજે દરેક મેન્યુફેક્ચર તેમના સ્માર્ટફોનમાં એડ કરવા માંગશે. આ ટ્રેન્ડ સેમસંગ ઘ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને આજે લોકો તેને અપનાવી પણ રહ્યા છે. હવે લાગી રહ્યું છે કે ગૂગલ ફેન પણ તેમના સ્માર્ટફોનમાં આવો બદલાવ જોવા માંગી રહ્યા છે.

શ્યોમી રેડમી 4A લોન્ચ, જાણો આ સ્માર્ટફોનને પછાડી શકશે કે નહીં

નવો ગૂગલ આસિસ્ટન્ટ જોઈએ

નવો ગૂગલ આસિસ્ટન્ટ જોઈએ

એપલ સિરી અને માઇક્રોસોફ્ટ કોર્ટના નો જવાબ ગૂગલ આસિસ્ટન્ટ છે. આસિસ્ટન્ટ પિક્સલ સ્માર્ટફોનમાં પ્રિ-લોડ કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેર ઘણી ટાસ્કમાં જેવી કે એપ ઓપન કરવા, ટેક્સ્ટ કરવા, કોલ કરવા, સંગીત સાંભળવા, ટવિટ પોસ્ટ કરવા અને સિનેમામાં રિઝર્વેશન કરવા માટે ઉપયોગી છે. પિક્સલ 2 સ્માર્ટફોનમાં લોકો ગૂગલ આસિસ્ટન્ટમાં પણ નવા ફીચર અપડેટની આશા રાખી રહ્યા છે.

થોડી વધારે સ્ટોરેજ પણ આપવામાં આવે

થોડી વધારે સ્ટોરેજ પણ આપવામાં આવે

ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે. જેના તમે વધારી શકતા નથી. તેમાં માઇક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો નથી. હવે આ સ્માર્ટફોનમાં સારો કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે તો તેની સ્ટોરેજ કેપિસિટી પણ વધારી જ શકાય છે.

ડેડ્રીમ વીઆર સપોર્ટ પણ આપવામાં આવે

ડેડ્રીમ વીઆર સપોર્ટ પણ આપવામાં આવે

વીઆર ટેક્નોલોજી ખુબ જ ઝડપથી ફેમસ થઇ રહી છે. જેના કારણે જો પિક્સલ 2 સ્માર્ટફોનમાં વીઆર સપોર્ટ આપવામાં આવે તો લોકોને ચોક્કસ મજા પડી જશે.

English summary
Google Pixel 2 is releasing later this year and here are some features we expect to see in this phone such as water resistant build support for Daydream 2, new Google Assistant and more. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot