Flipkart પર આવ્યું નવું સેલ, iPhone 15, Pixel 8 સહિતના ફોન મળશે સસ્તા

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ ફરી એકવાર નવું સેલ લઈને આવ્યું છે. આ વખતે કંપની પોતાના Flipkart Mega Saving Days Saleમાં એપલના iPhoneથી લઈને Google સહિત જુદા જુદા ડિવાઈસ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે પણ આઈફોન અથવા તો ગૂગલનો લેટેસ્ટ ફ્લેગશિપ ફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.

Flipkart પર Mega Saving Days Sale લાઈવ થઈ ચૂક્યુ છે, જે 15 એપ્રિલ સુધી ચાલવાનું છે. આ સેલના લિસ્ટિંગ મુજબ ગ્રાહકો iPhone 15 મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. કોઈ પણ બેન્ક ઓફર વગર પર પણ તમે ફ્લિપકાર્ટ પરથી iPhone 15ને 10 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

Flipkart પર આવ્યું નવું સેલ, iPhone 15, Pixel 8 સહિતના ફોન મળશે સસ્તા

આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર iPhone 13, Pixel 8, Motorola Edge 40 Neo સહિત અન્ય ડિવાઈસ પર પણ ઘણું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ચાલો, આ બધી જ ઓફર્સ અંગે ડિટેઈલમાં જાણીએ.

ફ્લિપકાર્ટના સેલમાં iPhone 15 પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન હાલ સેલ દરમિયાન કોઈ પણ બેન્ક કાર્ડ અને એક્સચેન્જ ઓફર વગર 65,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. એટલેકે યુઝર્સ ફ્લિપકાર્ટ પરથી આ ફોનને 13,901 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે. સાથે જ સાઈટ પર એક્સચેન્જ ઓફરની સાથે બેન્ક ઓફર્સ પણ અવેલેબલ છે. તમે એક્સચેન્જ બોનસ પર 50,000 રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકો છો.

આ ઉપરાંત જો તમે iPhone 13 ખરીદવા ઈચ્છો છો, તો તેના માટે તમારે 52,999 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ Google Pixel 8 આ સેલ દરમિયાન 69,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

સાથે જ Motorola Edge 40 નીયો સ્માર્ટફોન પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમ તો આ ફોનની કિંમત 22,999 રૂપિયા છે, પરંતુ હાલ કંપનીએ તેની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે, સાથે જ બેન્ક ઓફર દ્વારા તમે 2000 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આ બધા લાભ બાદ ફોન એકદમ ઓછી કિંમતે ખરીદી શકાય છે.

Poco M6 Pro સ્માર્ટફોન પણ આ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટેડ કિંમતે મળી રહ્યો છે. Samsung Galaxy F14 5G પણ તમે ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ પર ખરીદી શકો છો. આ ઉપરાંત અન્ય ફોન્સ પર પણ ઓફર મળી રહી છે, જેને તમે સીધી જ સાઈટ પર ચેક કરી શકો છો.

Best Mobiles in India

English summary
Flipkart sale offering discounts on iPhone 15 pixel 8 and more smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X