Flipkart Black Friday Saleમાં iPhone 16 પર મળશે ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ

By Gizbot Bureau
|

Flipkart Black Friday Sale દરમિયાન સ્માર્ટફોન, ગેજેટ્સ હોમ અપ્લાયન્સિસ અને ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર આ સેલની શરૂઆત તો છેક 24 નવેમ્બરથી થઈ છે, જે 29 નવેમ્બર સુધી ચાલવાનું છે. Flipkart Black Friday Sale દરમિયાન ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે નવો ફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સેલ દરમિયાન તમને સારો ફાયદો મળી શકે છે.

ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન આઈફોન 15 પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એપલના આ એક વર્ષ જૂના ફોન પર કંપની 16 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. પરંતુ શું છે બધી જ ડિટેઈલ્સ, ચાલો આ આર્ટિકલમાં અમે તમને જણાવી દઈએ.

Flipkart Black Friday Saleમાં iPhone 16 પર મળશે ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ

iPhone 15 પર મળનારી ઓફર્સ

એપલ ઈફનો 15 2023માં એટલે કે એક વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલ કંપની તેના પર 16 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આઈફોન 16 લોન્ચ કર્યા બાદ કંપનીએ આઈપોન 15ની કિંમતમાં 10 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. હાલ આઈફોન 15 69,900 રૂપિયાની કિંમતે લિસ્ટ થયો છે, જેમાં12 જીબી, 256 જીબી અને 512 જીબી એમ ત્રણ જુદા જુદા વેરિયંટ અવેલેબલ છે. આ ત્રણેય વેરિયંટ પર કંપની 16 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન આઈફોન 15 58,249 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, સાથે જ જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરશો, તો 5 ટકા ડિસ્કાઉન્ટ બીજું મળશે. આ ઉપરાંય યુઝર્સ નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શનનો પણ ફાયદો મેળવી શકે છે. જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરાવશો, તો આ ફોન પર તમે વધઉમાં વધુ 32,950 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શક્શો.

આઈફોન 15ના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.1 ઈંચની ડિસ્પ્લે મળે છે, જે વાઈબ્રન્ટ કલર્સ દર્શાવે છે. સાથે જ તેમાં ઈન્ટરએક્ટિવ નોટિફિકેશન એક્સપીરિયન્સ માટે ડાયનેમિક આઈલેન્ડ ફીચર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આઈફોન 15માં તમને સેટેલાઈટ કનેક્ટિવિટી પણ મળે છે. જે ઈમરજન્સી સિચ્યુએશનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આઈફોન 15માં કંપનીએ A16 Bionic ચિપસેટ આપ્યો છે. આઈફોનના આ મોડેલમાં ત્રણ વેરિંયટ છે. આ ફોનના ટોપ વેરિયંટમાં 512 જીબી સુધીનું સ્ટોરેજ અપાયું છે, જે એપ્સ, ફોટોઝ અને વીડિયોઝ સેવ કરવા માટે ઉપયોગી છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેનો પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે, સાથે જ તેમાં 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે. આ ઉપરાંત ફોનના ફ્રંટમાં 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ મળે છે.

Best Mobiles in India

English summary
Flipkart Black Friday sale discount on iPhone 15

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X