Nothingના આ ફોન્સ પર Flipkart Saleમાં મળશે ડિસ્કાઉન્ટ, આટલી ઘટશે કિંમત

By Gizbot Bureau
|

Flipkart Big Billion Days સેલ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. આ સેલની ઘણા બધા યુઝર્સ રાહ જોઈને બેઠા છે. આ સેલ અંતર્ગત કંપની પોતાના ગ્રાહકોને સ્માર્ટફોન્સ, લેપટોપ, હેડફોન સહિતની અન્ય પ્રોડકટ્સ્ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આ પરિસ્થિતિમાં જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો Nothingના ફોન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. કારણ કે આ સેલમાં નથિંગના જુદા જુદા મોડેલ પર કંપની ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Nothingના આ ફોન્સ પર Flipkart Saleમાં મળશે ડિસ્કાઉન્ટ, આટલી ઘટશે કિંમત

Nothing કંપનીએ જાતે જ પોતાના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ અને મળનારી ઓફર્સની જાહેરાત કરી છે. જે પ્રમાણે Nothing Phone (2a), Nothing Phone (2a) Plus, CMF Phone 1 પર કંપની ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી રહી છે.

આ ફોન્સ આ સેલમાં બેન્ક ઓફર્સની સાથે સાથે મૂળ કિંમત કરતા ઘણા વ્યાજબી ભાવે ઉપલબ્ધ થશે. એટલું જ નહીં આ સેલ દરમિયાન Nothing CMF Watch Pro, Buds Pro 2 સહિત અન્ય વિયરેબલ્સ પર પણ મસમોટું ડિસ્કાઉન્ટ મળવાનું છે.

Flipkart Big Billion Days સેલની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થવાની છે. જ્યારે ફ્લિપકાર્ટ પ્લસના ગ્રાહકો માટે આ સેલની શરૂઆત 26 સપ્ટેમ્બર એટલે કે એક દિવસ પહેલા જ થઈ જશે.

Nothing Phone (2a) Plus પર ઓફર

Nothing Phone (2a) Plusના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિયંટની પ્રાઈસ 27,999 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેયઝ સેલ દરમિયાન તેના પર 2000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ અને 2000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ આ ફોનની કિંમત ઘટીને 23,999 રૂપિયા થઈ જશે, એટલે આ ફોન ખરીદવા પર તમારા પૂરા 4000 રૂપિયા બચશે.

Nothing Phone (2a) પર ઓફર

Nothing Phone (2a) તમે ફ્લિપકાર્ટ બિગ બિલિયન સેલ દરમિયાન 18,999 રૂપિયામાં ખરીદી શક્શો. આ કિંમતમાં 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાની બેન્ક ઓફર્સ સામેલ છે. એટલે કે આ ફોન પર તમને પૂરા 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલું જ નહીં આ બંને ફોન્સની સાથે ગ્રાહકોને માત્ર 1,999 રૂપિયામાં 65 Wનું ચાર્જર પણ મળી રહ્યું છે.

CMF Phone 1

CMF Phone 1ની કિંમત તો આ સેલ દરમિયાન માત્ર 12,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન હજી જુલાઈ મહિનામાં જ 15,999 રૂપિયામાં લોન્ચ થયો હતો. CMF Phone 1 ખરીદનાર ગ્રાહકોને CMF લેનયાર્ડ અન સ્ટેન્ડ માત્ર 1 રૂપિયામાં અને 33 Wનું ચાર્જર માત્ર 799 રૂપિયામાં મળશે.

આ ઉપરાંત ફ્લિપકાર્ટના સેલ દરમિયાન CMF Buds Pro 2, CMF Buds Pro, CMF નેકબેન્ડ પ્રો અને CMF Watch Pro મોટા ડિસ્કાઉન્ટ સાથે મળશે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days sale discount on Nothing phone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X